મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની તૈયારી મહિના અગાઉ શરૂથાય છે.ગણપતિ બાપા મોરયાના નારા સાથે સતત ૧૧ દિવસ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે.ગણપતિના પ્રિય મોદક ઘરે ઘરે બનાવામાં આવે છે. મોદકમા પણ વિવિધતા જોવા મળે છે.
આ ઉત્સવ સાર્વજનિક છે એટલો લોકોના ઘરોમાં પણ પ્રિય છે.આજકાલ તો સમગ્ર ભારતભરમાં ગણેશોત્સવ ઉજવાય છે.ગણપતિની મુર્તિઓ પણ સુંદર બનાવવામાં આવે છે.દરેક પંડાલમા સજાવટ જોવાનો આનંદ જ અનોખો હોય છે.સાથે જ ગણપતિ બપ્પાને અર્પણ કરવામાં આવતા પ્રસાદમાં પણ વિવિધતા હોય છે.મોદક,રવાશીરા,શ્રીખંડ, બાસુંદી,બુંદીના લાડુ,ખીર, આવી કેટલીય સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવીને બપ્પાને ખુશ કરાય છે.
મહારાષ્ટ્રીયન પરિવારોમાં પરંપરાગત વાનગીઓ બનાવીને બાપ્પાને અર્પણ કરાય છે.આમાની એક છે ખીરાપત અને બીજી છે પંચખાદ્ય.ગણપતિબાપાની આરતી કરતાં સમયે અર્પણ થાય છે.આ બંને વાનગીઓની સામગ્રી ઘરમાં જ ઉપલબ્ધ હોય છે.અને ખૂબ જ સરળ રીતે બની જાય છે.
ખીરાપત અને પંચ ખાદ્ય મહારાષ્ટ્રીયન ઘરોમાં પોતાની આગવી રીત અનુસાર તૈયાર કરાય છે. પંચ ખાદ્ય એટલે પાંચ વસ્તુઓમાંથી બનાવાતો પ્રસાદ.
ખાદ્ય એટલે 'ખ', મરાઠી ભાષામાં ખોબરા સુકું કોપરું,ખારેક,ખડી સાકર,ખસ ખસ,ખીસમીસ એટલે કીશમીશ સુકી દ્રાક્ષ.આમ પાચ સામગ્રીમાંથી આ પ્રસાદ બનાવીને ગણપતિને અર્પણ કરાય છે.પંચ ખાદ્યના મોદક પણ બનાવે છે.
આ વસ્તુઓ શેકીને બનાવવામાં આવે છે વધુ સમય સુધી ઉપયોગ કરી શકાય છે.
ખીરાપત
સામગ્રી
૧ કપ કોપરું
૧/૪ કપ ખડી સાકરનો ભૂકો
૧/૪ ચમચી એલચી પાવડર
રીત
એક કડાઇ ગેસ પર મૂકી ગરમ કરવી.થોડી ગરમ થાય એટલે પ્રથમ કોપરું ધીમા તાપે એક મીનીટ શેકવું.
ગેસ પરથી વાસણ ઉતારી લેવું.કોપરુ ઠંડુ કરવા રાખવું.
ખડી સાકરનો બારીક ભૂકો અને એલચી પાઉડર ઉમેરી સરસ મીક્સ કરવું.
એક વાસણમાં આ સામગ્રી રાખવી.
બારીક સમારેલી બદામ,કાજુના ટુકડાથી ગાર્નિશ કરી શકાય.
પંચ ખાદ્ય
સામગ્રી
૧ કપ કોપરું
૧૦૦ ગ્રામ ખારેક
૧/૪ ચમચો ખસખસ
૧/૪ ચમચો ખડી સાકરનો ભૂકો
૧ ચમચો કીશમીશ
૧/૪ચમચી એલચીપાવડર
રીત
મધ્યમ તાપે કડાઇ ગેસ પર મૂકવી.કડાઇ ગરમ થાય એટલે તાપ
ધીમો કરવો.ખસખસ,ખારેક અને કોપરું એક પછી એક શેકી લેવા.ઠંડા કરવા રાખવા.
એક પછી એક વસ્તુ દળી લેવી.
ખસખસ, કોપરું અને ખારેકને મીક્સ કરી લેવા.
ખડી સાકરનો ભૂકો અને અલચી પાવડર ઉમેરીને બરાબર મીક્સ કરવું.કીશમીશ ઉમેરવી.
આ બંને સામગ્રીમાં કાજુ,બદામ અને અખરોટ આખા અથવા દળીને ઉમેરી શકાય છે.
બંને સામગ્રીમા અર્પણ કરતાં સમયે ગુલાબની પાંખડીઓથી સજાવી શકાય છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો