FOOD MYTH.આહારની માન્યતાઓ.

આજના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પોતે સદાય સ્વસ્થ રહે.આહારમા કેટલા પોષક તત્વો છે,કેટલા જરૂરી છે,કેટલા પ્રમાણમાં આહાર લેવો,વજન સમતોલ રાખવું વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આહાર વિશે જાણકારી આજે સુલભતાથી મળે છે.dieticianના સલાહ સુચન મુજબ આહારનો chart તૈયાર કરી પોતાની જીવનચર્યા બનાવે છે.

આજકાલ વજન વધવાની સમસ્યા સામાન્ય કહેવાય છે.અયોગ્ય આહાર,ભાગ દોડ ભર્યું જીવન,સતત ચિંતા કરવી, યોગ્ય સમયે જમવાનો સમય ન મળે તો fast food આરોગી લેવું.લોકો વજન ઉતારવા યોગા, એક્સરસાઇઝ,ડાયેટ પ્લાન અપનાવે છે.અને આહાર વિશેની myth સત્ય જાણ્યા વગર અપનાવી લે છે.



આહાર વિશે કેટલાય myth છે જેના પર હજી આંધળો વિશ્વાસ રાખવામાં આવે છે.myth એટલે ભ્રામક  કે કાલ્પનિક વાતો.એકબીજા પાસેથી સાંભળેલી જેનો પોતાને કોઇ અનુભવ હોય નહીં.દા.ત.અતિશય ગળ્યું ખાવાથી મધુપ્રમેહ થાય જ.સંતરા, લીંબુ,કીવિ જેવા ફળોથી શરદી કફ થાય.આવી ધારણાઓ સમાજમાં સામાન્ય છે.આવી ધારણાઓ શું માન્ય રાખવી જરૂરી છે?


કેટલીક પ્રચલિત myth વિશે જાણીએ.

૧) ઓછો આહાર લેવાથી વજન ઘટે છે.આજકાલ slim &fit રહેવું બધાને ગમે છે.પણ એના માટે ભુખ્યા રહેવું, લાંઘણ કરવું કે ઓછું ખાવું ઉપાય નથી.કેલરીઝ કેટલી લેવી એ જાણવું જરૂરી છે.આપણા વજન પ્રમાણે અને પ્રકૃતિ અનુસાર આહાર નક્કી કરીને લેવાથી વજન સમતોલ કરી શકાય છે.આજકાલ intermittent fasting ડાયેટ પ્લાન થાય છે.


૨) ઘી અને તેલ હાનિકારક છે.આપણી ભારતીય વાનગીઓમાં ધી અને તેલનો ઉપયોગ થાય છે.ઘી અને તેલ હાનિકારક નથી.ઘી અને તેલ વિટામિન ડી આપે છે.હાડકા મજબૂત કરે છે.આપણા પૂર્વજો ભરપૂર ઘી તેલનો ઉપયોગ કરતાં સાથે શારીરિક શ્રમ પણ કરતા.ઘી ઘરમાં જ પાડવામાં આવતું.ચૂરમાના લાડુ જેવી વાનગીઓ ઘીથી જ બનતી અને પૌષ્ટીક ગણવામાં આવતી.જ્યારે આજે આપણે વજન વધવાની ચિંતામાં લાડુ ખાતા નથી.આપણું જીવન બેઠાડું થવા લાગ્યું છે.એટલે ઘી અને તેલ આપણને પચતા નથી.

.


૩) ભારતીય વાનગીઓ મસાલેદાર હોય છે.આપણી ભારતીય વાનગીઓમાં પ્રમાણસર મસાલા ઉમેરવાથી વાનગીઓ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

દાળશાક,કઢી,ભાત,ઇડલી, ઢોસા જેવી વાનગીઓ મસાલેદાર નથી બનતી.અમુક વાનગીઓ મસાલેદાર બનાવવી જરૂરી છે તો જ સ્વાદ જળવાઇ રહે છે.

ભારતીય મસાલા ઔષધીય ગુણો ધરાવે છે.હળદર, હીંગ, અજમો,તલ,ધાણાજીરું,લાલ મરચું,ગરમ મસાલો,તજ, લવિંગ,મરી,એલચી વગેરે ઔષધીય ગુણોથી ભરપૂર છે.આહારને સ્વાદિષ્ટ તો બનાવે જ છે પણ આ મસાલા રોગો સામે રક્ષણ આપે છે.હળદરનુ મહત્વ કોરોના કાળમાં વધી ગયું છે.


૪) ગળપણ કે સાકર ન લેવાથી ડાયાબિટીસથી બચી શકાય છે.ઓછી સાકર લેવાથી ઓછી કેલરીથી બચી શકાય છે.પણ ડાયાબિટીસથી બચી શકાતું નથી.વારસાગત કારણો,જીવન જીવવાની આદતો,વધુ કેલેરી વાળો આહાર,ઓછો શારીરિક શ્રમ,insulin resistance, જેવા કારણો ડાયાબિટીસને નોતરે છે.અતિ સાકરવાળો આહાર લેવાની આદત ચોક્કસ ડાયાબિટીસ કરે છે પણ સાવ બંધ કરી દેવી એવું નથી.


૫) વધુ માત્રામાં સૂકોમેવાનુ સેવન cholesterol વધારે છે.ભારતીય ઘરોમાં બદામ, પીસ્તા, કાજુ, મગફળી,સુકી દ્રાક્ષ હાથવગા રાખવામાં આવે છે.વિવિધ વાનગીઓ બનાવવા સૂકામેવા અને મગફળીનો ઉપયોગ થાય છે. પ્રમાણસર સૂકા મેવાનો ઉપયોગ ફાયદાકારક છે.


૬) citrus fruits એટલે સંતરા, મોસંબી, લીંબુ,કિવી,લીલી દ્રાક્ષ.આવા ફળોથી ઠંડા પડે છે અને શરદી ખાંસી થાય છે એવી માન્યતા છે.આ ફળોમાં વિટામિન સી ભરપૂર હોય છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.પણ ફ્રીઝમાં રાખી ઠંડા કરવાથી શરદી કફ થાય છે. 


૭) કેળાથી વજન વધે છે.કેળા instant energy આપે છે માત્ર ૧/૨ ગ્રામ ફેટ હોય છે.વિટામીન,મીનરલ, કેલ્શિયમ ભરપૂર હોય છે. કેળાથી વજન વધતું નથી.


૮) માઇક્રોવેવમાં ખોરાક રાંધવાથી પોષક તત્વો નાશ પામે છે.

માઇક્રોવેવમા ખોરાક રાંધતી વખતે એક તો ઢાંકીને રાખવો અને બીજું પાણીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.ભાત, શાકભાજી,સૂપ માટેની શાકભાજી વગેરે યોગ્ય તાપમાનમાં રાંધવાથી પોષક તત્વો જળવાઈ રહે છે.જો તાપમાન યોગ્ય રીતે સેટ કરવામાં આવે નહીં તો ખોરાક overcooked થાય છે.પોષક તત્વો નાશ પામે છે.

૯) બજારમાં મળતા fat free,low fat,સુગર ફ્રી,organic food, વગેરે ઉત્પાદનથી ગેરસમજણ થાય છે.આવા ઉત્પાદન બનાવતી વખતે  બીજા ઘટકો ઉમેરવામાં આવે છે જે નુકસાન કારક હોય છે.આવા ઉત્પાદન ધ્યાન રાખીને ખરીદવા.


૧૦) organic food is best.આજે આવા ઉત્પાદનોની ભરમાર ઉભી થવા લાગી છે.તાજા શાકભાજી અને ફળો મળતાં હોય તો એનો જ ઉપયોગ કરવો.organic દાળો,ગોળ,સાકર,કઠોળ,લોટ કેટલી હદે ખરેખર organic છે એની તપાસ કરવી મુશ્કેલ છે.ભારતમા હજી ઉત્પાદનની ગુણવત્તા અંગે પ્રજા જાગરૂક નથી.લેબલ પર વિશ્વાસ રાખીને આંધળી ખરીદી થાય છે.


૧૧ ) ઘરમાં રાંધેલો ખોરાક દુષિત નથી થતો.ઘરમા રાંધેલો ખોરાક ઉત્તમ છે.પણ જો યોગ્ય રીતે રાખવામાં ન આવે તો ઘરનો આહાર પણ દુષિત થાય છે.ખોરાકમા વિષાણુ ઉત્તપન્ન થાય છે.સૌ પ્રથમ તો આહાર બની ગયા પછી સરસ રીતે ઢાંકીને રાખવો જરૂરી છે.જો જમવાના સમયે ગાળામાં ફેરફાર થાય તો બે કલાકની અંદર ફ્રીઝમાં મુકી દેવો યોગ્ય છે.રસોઇ કરવાની જગ્યા સ્વચ્છ ન હોય,કાચો પાકો આહાર હોય, વાસણો સ્વચ્છ ન હોય,રસોઇ કરનાર વ્યક્તિ સ્વચ્છતા ન રાખે તો ઘરનો આહાર પણ વિષ જન્ય બિમારીઓ ઉભી કરે છે.


૧૨) ખોરાકનો દેખાવ અને સુગંધ સારા હોય તો ખરીદવા યોગ્ય હોય છે.મોટે ભાગે બહારના instant food,ready to cook food, તૈયાર મસાલા,પેસ્ટ,સોસ,ડીપ,આવી વસ્તુઓ ખરીદતા પહેલાં use by and best before નું લેબલ ઘ્યાનથી વાંચી લેવું.ઘણી વાર લાવ્યા પછી જો છેલ્લી તારીખ સુધી ઉપયોગ કરવામાં આવે નહીં તો ફેંકી દેવું જોઇએ.પેક રહેવાથી સુગંધ અને દેખાવ જળવાઈ રહે છે પણ વાપરવા યોગ્ય નથી રહેતા કારણે કે ગુણવત્તા નથી રહેતી.


૧૩) સાકરની જગ્યાએ મધનો ઉપયોગ કરવો સારો છે.એક ચમચો મધમા ૬૫ કેલેરી હોય છે જ્યારે સાકરમાં ૪૬., મધમાં ૫૫%ફ્રકટોઝ હોય છે જે બ્લડ સુગર અને વજન વધારે છે.


૧૪) gluten free આહાર લેવો જરૂરી છે. ઘંઉના લોટ માટે આ માન્યતા પ્રચલિત છે.લોટમા રહેતી ચીકાશ નુકસાન કરે છે અને પચવામાં ભારે છે એવું માનવામાં આવે છે.પણ જે વ્યક્તિની પાચન શક્તિ મંદ હોય તેના માટે ચીકાશ વગરના લોટની રોટલી યોગ્ય છે.બાકી glutenમાથી ફાઇબર મળે છે જે ઉત્તમ છે.દરેક વ્યક્તિએ આહારમાં ફાઇબર ઉમેરવા જરૂરી છે.પેટ સાફ રાખે છે.પાચન શક્તિ વધારે છે.આપણા શરીરને કેટલા ફાઇબરની જરૂર છે એ મુજબ આહાર પસંદ કરવો જોઈએ.


૧૫) શાકાહારી ભોજનમાં પોષક તત્વો પૂરતાં નથી મળતાં.શાકાહારી આહારમાં પ્રોટીન ઓછું હોય છે એવી માન્યતા છે.શાકાહારી આહારમાં saturated fat ઓછા હોય છે.ફાઇબર પ્રમાણસર મળે છે.જો વ્યવસ્થિત આહાર લેવામાં આવે તો કેલરી, પ્રોટીન,કાર્બ વગેરે પોષક તત્વો મળી રહે છે.

દરેક ધાન્યમા ૧૦ થી ૧૫% પ્રોટીન હોય છે.કઠોળમા એન્ટી ઓક્સિડન્ટ તત્વો,રેસા,મીનરલ, પ્રોટીન હોય છે.ફણગાવેલા કઠોળ ઉત્તમ આહાર છે.

સંતુલિત શાકાહારી આહાર લેવો જરૂરી છે.જુદા જુદા ખાધ પદાર્થો અને પોષક તત્વો એટલે સંતુલિત આહાર.કુદરતી ધાન્ય, કઠોળ, શાકભાજી,લીલી ભાજી, કંદમૂળ લેવા યોગ્ય છે.

શાકાહારી આહાર શાકભાજી,ફળો,દાળો,અનાજ લેવાથી પાચન શક્તિ જળવાઈ રહે છે.વજન વધવાની, હ્રદયની બિમારી થવાની સંભાવના ઓછી રહે છે. 

શાકાહારી આહર કરતા હોવા છતાં દીનચર્યા બરાબર હોય નહીં,high fat આહાર આરોગે,જંક ફૂડ આરોગે તો આ બધી સંભાવના થાય છે.

આહારમાં

નમક અને સોડાનું પ્રમાણ ઓછું રાખવું.

ગોળનો ઉપયોગ કરવો.

મર્યાદિત પ્રમાણમાં સુકામેવા લેવા.

ચા કોફી ચોકલેટથી દૂર રહેવું.

ભૂખ વિના ખાવું નહીં અને ભોજનના સમય સિવાય વચ્ચે વચ્ચે આરોગવું નહીં.

બરાબર ચાવીને ખાવું અને ઠાંસી ઠાંસીને ખાવું નહીં.

જમતી વખતે વાતો ન કરવી,ટીવી ન જોવું અને મોબાઈલથી દૂર રહેવું.જેથી ભોજન બરાબર ચાવી શકાય,ભોજનનો સ્વાદ કેવો છે તે માણી શકાય છે.


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।

प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥


ટિપ્પણીઓ