ડિટોક્સ વોટર

લીવર શરીરનો મહત્વનો ભાગ છે જે શરીરને શુધ્ધ લોહી પૂરું પાડે છે.ખોરાક સાથે લીવરમાં પ્રવેશેલા બિનજરુરી બેક્ટેરિયા લોહીને અશુદ્ધ કરે છે એટલે તરલ આહાર વડે આ બેક્ટેરિયાને બહાર ફેંકવામાં આવે છે. આવુ જ તરલ આહારનું સ્વરૂપ છે ડિટોક્સ વોટર.  આ પાણી શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે.
લીવર,કિડની,ફેફસા,ચામડી, શરીરમાં રહેલા અન્ય અવયવો અને લોહીમાં થી ઝેરી તત્વો બહાર ફેંકી દે છે.અને એક નવી શક્તિનો સંચાર કરે છે.ડિટોક્સ એટલે એક આવી પ્રક્રિયા જેમાં કોઈ ઝેરી અથવા બિનઆરોગ્યપ્રદ તત્વ શરીરમાં થી બહાર નીકળી જાય.
                                                                 

ડિટોક્સ વોટર એટલે પાણીમાં ફાળો ,શાકભાજી,હર્બસને ઉમેરી પાણી બનાવવું.આ પાણી ઘરે બનાવી શકાય છે. વજન ઉતારવામાં આ પાણી લાભદાયક છે.આ પાણી બનાવું સહેલું છે જેમાં શાકભાજી,ફાળો અને હર્બસ ને સમારી હુંફાળા અથવા તો ઠંડા પાણીમાં રાખી મુકવામાં આવે છે. જેથી કરી ને એમાં એના તત્વો અને સુગંધ પાણીમાં ભળી જાય છે. પછી શાકભાજી કે ફળો ને દૂર કરી આ પાણી ફ્રીજમાં દસ બાર કલાક સુધી રાખીને ઉપયોગમાં લઇ શકાય છે. તાજું બનાવેલું પાણી વધુ ગુણકારી હોય છે.જો ઉતાવળ હોય તો શાક અને ફાળોને સામાન્ય ખમણીને ઉપયોગમાં લઇ  શકાય જે ઝડપથી   શાક અને ફાળોની સુગંધ પાણીમાં ભેળવે છે.

ડિટોક્સ વોટરના ફાયદા.આ પાણી રોજ પીવાથી શરીરમાં જમા થયેલ કચરો સાફ થાય છે.  રોજિંદા આહાર સાથે લેવાતી પાણીની માત્રા જાળવી શકાય છે.આ પાણી આખા દિવસમાં થોડી થોડી વારે પી શકાય છે.દિવસમાં દોઢ થી બે લીટર ડિટોક્સ વોટર પી શકાય છે.
વજન ઉતારવામાં મદદ કરે છે. પાચન શક્તિ વધારે છે.માનસિક અને શારીરિક શક્તિ મજબૂત કરે છે.રોગપ્રતીકારક શક્તિ વધારે છે.
ચામડીમાં નિખાર આવે છે.ચામડી ચમકેલી અને તરોતાજા થાય છે.
આજકાલ માર્કેટમાં ડિટોક્સ વોટર બનાવાની સ્પેશ્યલ બોટલ મળે છે જેમાં પાણી ગાળવું પડતું નથી.
કોઈ પણ ઋતુમાં શરીરને પાણીની જરૂર પડવાની. ઉનાળામાં સાકરવાળા પીણાં કરતા આ ડિટોક્સ વોટર વધુ લાભકારી છે.
શિયાળામાં હુંફાળા પાણી માં બનાવી શકાય છે.
ડિટોક્સ બનાવાના શાક અને ફાળોને સારી રીતે ધોઈ લેવા જરૂરી છે.ઓર્ગેનિક મળે તો વધુ સારું.
ફ્રોઝન વાપરી શકાય પણ એમાંથી વધારે રસ નહીં મળે.તાજા ફાળોનો ઉપયોગ કરવો.
બને ત્યાં સુધી  ઉકાળીને ઠંડુ કરેલું પાણી વાપરવું.ફળો અને શાકભાજીની માત્રામાં કોઈ ખાસ નિયમ નથી.

ડિટોક્સમાં રહેલા ફળો પાણી બનાવ્યા પછી ખાઈ શકાય પણ મોટે ભાગે સ્વાદરહીત થઇ જાય છે.
             



કાકડી, લીંબુ અને સંતરાનું ડિટોક્સ પાણી જે સરળ રીતે બનાવી શકાય છે.ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા જાળવી રાખે છે.
લીંબુ તાજગી બક્ષે છે. વજન ઉતારવામાં મદદ કરે છે.કાકડી શરીરમાં પાણીની જાળવણી કરે છે.સંતરામાં ભરપૂર વિટામિન સી છે
1 લીટર પાણી
1/2 કાકડી સામેરલી
1/2 લીંબુ સમારેલું લીંબુ
1/2 સંતરાની ચીરી
થોડા ફુદીનાના પાન
રીત
કાકડી અને લીંબુ ને ધોઈ લેવા.ફુદીનાને સમારી લેવો.એક જગમાં પાણી લઇ બધી  સામગ્રી મિક્સ કરવી.
આખી રાત ફ્રિજમાં રહેવા દેવું. સવારે ઉપયોગ કરી શકાય.

જીરા ડિટોક્સ  જીરું આપણા રસોડામાં હોય જ.જીરા વગર રસોઇ અધુરી હોય છે.જીરું પાચનતંત્ર માટેની ઉત્તમ ઔષધી છે
અપચો અજીર્ણ જેવી તકલીફ દૂર કરે છે.
એક ત્રામ્બાના જગમાં ગરમ પાણી લઇ આખું જીરું ઉમેરવું.10 મીનીટ રાખી ને ગાળી લેવું.
તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરવું. આ પાણી સવારે ખાલી પેટ લેવાથી ફાયદાકારક છે.
આ પાણી માં થોડો અજમો ઉમેરી શકાય.આ પાણી આખી રાત જગમાં રાખી મૂકવું.સવારે લીંબુનો રસ અને મધ ઉમેરી ખાલી પેટ લેવું વધુ ગુણકારી છે.


સ્ટ્રોબેરી અને બેસિલ ડિટોક્સ  બેસિલ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
10 તાજી સ્ટ્રોબેરી
2 લીંબુની ચીર
1/2 લીંબુનો રસ
1/4 ચમચી બેસિલના પાન
રીત
એક જગ માં પાણી લેવું.બધી સામગ્રી ઉમેરી લાકડાના ચમચાથી મિક્સ કરવું.
ચાર કલાક ફ્રિજમાં રાખી મૂકવું.પછી ઉપયોગ કરી શકાય.

સફરજનનુ ડિટોક્સ
 1 લીટર પાણી
1 નાનું સફરજન
1/2 ટુકડો તજ
રીત
સફરજનના નાના ટુકડા કરવા.પાણીમાં ઉમેરવા.
તજનો ટુકડો ઉમેરો.
સરસ મિક્સ કરી ફ્રિજમાં આખી રાત રહેવા દેવું

એપલસાઇડર વિનેગર ડિટોક્સ એપલ સાઇડર વિનેગર લોબીપી,ડાયાબિટીસ,વજન ઉતારવા માં સારું છે.
પ્રોટીનને પચાવે  છે.હોર્મોન્સ સુધારી શરીરમાં રહેલી ચરબીને બાળી નાખે છે.
ડાયાબિટીસ માટે તજનો પાવડર ગુણકારી છે.
2 ચમચી એપલ સાઇડરવિનેગર
2 ચમચા લીંબુ નો રસ
1 ચમચી મધ
ચપટી તજનો પાવડર
1 કપ ગરમ પાણી
રીત
એક કપ ગરમ પાણીમાં બધી સામગ્રી મીક્સ કરો.
સવારે ખાલી પેટ લેવાથી ફાયદાકારક છે.


સ્ટ્રોબેરી અને કિવીનું ડિટોક્સ આ પાણી પાર્ટીડ્રીંક્સ તરીકે પણ લેવાય છે.   કિવી એક સ્વાદિષ્ટ ફળ છે.કોલેસ્ટ્રલ ઓછું કરેછે અને એના સ્તરને નિયંત્રિત રાખે છે.ત્વાચાને ખૂબસૂરત બનાવે છે.કિવીમા રહેલું ફાઇબર કબજીયાતની સમસ્યા દૂર કરે છે.સ્ટ્રોબેરીમા વિટામીન સી મળે છે.
આ ડિટોક્સથી તરસ છીપાય છે.ઉનાળામાં ફાયદાકારક છે.
1 કિવી
2 સ્ટ્રોબેરી સમારેલી
1/2 લીંબુ
પાણી જરૂર મુજબ

રીત
એક જારમાં પાણી લેવું.કિવીઅને ,સ્ટ્રોબેરીના ટુકડા ઉમેરવા.
લીંબુનો રસ ઉમેરી મીક્સ કરવું.થોડા સમય પછી ઉપયોગમા લેવું.

તરબૂચ અને બેસિલ નું ડિટોક્સ તરબૂચમાં કુદરતી પાણી હોય છે જે શરીરમાં પાણીની માત્રા ટકાવી રાખવામાં મદદ કરે છે.કુદરતી ગ્લુકોસ હોય છે જે શક્તિ આપે છે..વ્યાયામ કર્યા પછી લેવું સારુ રહે છે.
4 નાની તરબૂચની ચીર
1/4 કપ બેસિલના પાન
પાણી જરૂર મુજબ
રીત
એક જગમાં પાણી લઇ તરબૂચ અને બેસિલના પાન ઉમેરવા.સરસ હલાવી લેવું.
થોડીવાર રહેવા દેવું.ફરી પાણી ઉમેરી બરફના ટુકડા સાથે ઉપયોગમાં લેવું

તરબૂચ અને ફ્લેક્સસીડનું ડેટોક્સ
1 કપ તરબૂચ
1 ચમચો ફ્લેક્સસીડ પાવડર
1/2 ચમચી વરિયાળી પાવડર
ચપટી નામક
રીત
તરબૂચ ને બ્લેન્ડ કરવું.
તેમાં ફ્લેક્સસીડ પાવડર,વરિયાળી પાવડર  અને નમક ઉમેરી ફરી બ્લેન્ડ કરવું.જરુર લાગે તો પાણી ઉમેરી શકાય.


આદુ અને કાકડી નું ડિટોક્સ આ સરળતાથી બનતુ કુદરતી પીણું છે.
દરેક ૠતુમા આદુ અને કાકડી ગુણકારી છે.
2 ઇંચ જેટલો આદુનો ટુકડો
1 કાકડી જીણી સમારેલી
2 લીંબુ
12 જેટલા પુદીનાના પાન
નમક
પેપરમેન્ટ ઓઈલ
પાણી

રીત.
આ બધી સામગ્રી પાણીમાં ભેળવી ચાર કલાક રાખી
મુકો.ત્યાર પછી ઉપયોગમા લઇ શકાય.
                                                          

ચીયા સીડ અને લીંબુનું ડિટોક્સ.  ચીયાસીડમાં ભરપૂર પોષણકારી તત્વ છે. અને કેલરીઝ ઘણી ઓછી હોય છે.ચીયા સીડ સુપર ફૂડમાં આવે છે.
જેથી વજન ઉતારવામાં ઉપયોગી છે.લીંબુમાં ભરપૂર વિટામિન સી છે. 
1 કપ પાણી
1/2 ચમચી ચીયા સીડ
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી મધ
રીત
ચીયાસીડ એક વાટકા પાણીમાં એક કલાક પલાળી રાખવું.
ત્યાર બાદ બીજા વાટકામાં ચીયાસીડ  પાણી સાથે લઇ લેવું
અને લીંબુનો રસ નાખવો.
બરાબર ભેળવી લેવું.મધ ઉમેરવું,ફરી સરસ મિક્સ કરવું.
જરૂર મુજબ પાણી ઉમેરી પીવાના ઉપયોગમાં લેવુ.

પાઇનેપલ અને નાળિયેરનું ડિટોક્સ.આ ડિટોક્સ હાડકા માટે સારું છે. એનર્જી આપે છે.આ ડિટોક્સથી વજન ઉતરે છે અને સવારે ખાલી પેટ લેવુ સારુ છે.
આ પાણી શક્તિવર્ધક છે.એસીડીટી અને ઉચ્ચરક્તચાપને કાબુ કરે છે.
1/4 કપ પાઇનેપલ
1/2 ચમચી વરિયાળી નો પાવડર
1 કપ નાળિયેર નું પાણી
ચપટી નમક

રીત
પાઇનેપલને બ્લેન્ડ કરી લેવું.
તેમાં નાળિયેર પાણી અને વરિયાળીનો પાવડર ઉમેરી ફરી બ્લેન્ડ કરવું.
વાપરતી વખતે નમક ઉમેરવું. બરફ પણ ઉમેરી શકાય.

સંતરા અને બ્લુબેરીનું ડિટોક્સ. આ પાણી તાજગી બક્ષે છે. જો 2 કલાક રાખવામાં આવે તો વધુ સુગંધી પાણી મળે છે.બેરીમાં પોષક તત્વ હોય છે સાથે શક્તિ આપે છે.
બ્લુબેરી કેન્સર સામે રક્ષણ આપે છે.આ પાણીમાં બેસિલ અથવા ફુદીનો બારીક સમારીને ઉમેરી શકાય.                                   
1 સંતરું સમારેલું. બી કાઢી નાખવા.
1/2 કપ તાજી બ્લુબેરી
પાણી

રીત
એક જગ માં પાણી લઇ બધી સામગ્રી મિક્સ કરવી.બરફના ટુકડા પણ ઉમેરી શકાય.
દસેક મિનિટે રહેવા દઇ ઉપયોગમાં લેવું.


કેરી,લીંબુ અને પાઈનેપલ નું ડિટોક્સ આ પાણી ઉનાળામાં કરી શકાય છે અને તરસ પુરી પડે છે.
ત્રણે ફાળોમાં વિટામિન સી ભરપૂર છે અને શક્તિવર્ધક છે.
1/3 ગ્લાસ કેરી અને પાઇનેપલ ના ટુકડા
થોડી લીંબુની ચીરો
પાણી
રીત
બધી સામગ્રી જરુર મુજબના પાણીમાં મિક્સ કરી 15 મિનિટ રહેવા દેવું
પછી પીવાના ઉપયોગમાં લેવું.

લીલી હળદરનું ડિટોક્સ લીલી હળદર શિયાળામાં મળે છે.રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શિયાળુ બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે.
2 નાના ટુકડા લીલી હળદર
1 નાનો ટુકડા આદુ
લીંબુનો રસ
1 નાનો ટુકડો તજ
ચપટી મરી પાવડર
ગ્રીન ટી નો પાવડર ચપટી
2 કપ પાણી

રીત.
ગરમ પાણીમાં બધી સામગ્રી ઉકાળો. ગાળી ને ઉપયોગમાં લેવું.
આ ડિટોક્સ શિયાળામાં લાભકારી છે.


મેથીના દાણા અને કાકડીનું ડિટોક્સ. કાકડીમાં પાણી,ફાઇબર,મીનરલ્સ અને વિટામિન્સ મળે છે.
મેથીના દાણા વાયુથી થતી તકલીફ દૂર કરે છે.અને ઝેરી કચરાનો નાશ કરે છે.
1/2 કપ પાણી
2 ચમચી મેથીદાણા
1/2 કપ કાકડી
ચપટી નમક
રીત
મેથીદાણા અડધો કપ પાણીમાં પલાળી  રાખવા.
કાકડીના ટુકડા કરી બ્લેન્ડરમાં મૂકી એક વાર બ્લેન્ડ કરવા.
મેથીદાણાનું પાણી ગાળી પાણી ને કાકડીમાં ઉમેરવું.
ફરી બ્લેન્ડ કરવું.કપમાં કાઢી લેવું.
નમક ઉમેરવું.
















ટિપ્પણીઓ