2 મીનીટ મગ કેક

આપણું રોજીદું  જમવાનું આપણા ઘરના સભ્યોની પસંદગી મુજબ બનાવી લઈએ છે અને જમવા સાથે કઈ ગળ્યું. પણ બધી  ગળી વાનગીઓ એમ ઝટપટ નથી બનાવાતી. છતાંયે આપણને  થાય કે સ્વાદિષ્ટ જમણ બનાવી અને પીરસ્યા પછી કઈ DESSERT હોય તો મજા પડી જાય સહપરિવાર સાથે. મગ કેક આવુ જ  એક ઝટપટ બનતું DESSERT છે. બસ થોડી સામગ્રી અને એક માઇક્રોવેવ પ્રૂફ મગ.ઓવનમાં લાંબા સમયની રાહ જોવાની જરૂરના રહે.અને અલગ અલગ સ્વાદની કેક અલગ મગમાં બનાવી શકાય જેથી ઘરના દરેક સભ્ય પોતાનો ગમતો સ્વાદ માણી શકે.બપોરના જમવામાં કે સાંજના બાળકો સ્કૂલથી આવે ત્યારે કે રાતના dinner પછી લોટ,સોડા,બેકીંગ પાવડર ,બટર અને પસંદ હોય તે સામગ્રી ઉમેરી જેમ કે કોકોપાવડર,સફરજન ,અનાનસ,બ્લુબેરી ,સ્ટ્રોબેરી જેવા ફાળો ઉમેરી  મગ કેક બની શકે.
         
માઇક્રોવેવમાં ઝડપથી  કેક બનાવવી સરળ તો છે જ.પણ ખરેખર સ્વાદમાં ફરક પડે છે.બનાવવી થોડી ટ્રીકી હોય છે.ઘણી વાર પહેલી વખત પરિણામ બરોબર નથી મળતું પણ એક વાર ફાવટ આવી જાય કેટલા પ્રમાણમા સામગ્રી લેવી અને તાપમાન કેટલુ પસંદ કરવું તો ઝડપથી બની શકે છે.કારણકે  માઇક્રોવેવમાં માઇક્રોમોડ પર તાપમાન અલગ હોય છે.
ધ્યાનમા રાખવા જેવુ કે શરુઆતમા એક જણ માટે જ કરવી ત્યાર પછી બીજો મગ મુકવો.મેંદો વાપરવો,માઇક્રોવેવમાં જ વાપરી શકાય એવા રેમકીન મગ વાપરવા,મગમા અડધે સુધીજ મિશ્રણ રેડવું,બન્યા પછી ઉપરની સતહને જરાહાથ લગાડીને જોવીકે,જો કાચી લાગે તો ફરી 15 સેકંડ રાખવુ. આ કેક તરત જ ઉપયોગમાં લઇ લેવી. કારણ કે આ કેક વહેલાસર બનાવી સ્ટોર નથી કરી શકાતી.
આવી અમુક વાતોનુ ધ્યાનમાં રાખવાથી અને બહુ સારી કેક બની શકે છે.બહુ બ્રાઉન કલર નહીં મળે જેમ ઓવનમા બેક કરવાથી મળે છે.
આ સાથેઆપેલી કેક 800ના પાવરના માઇક્રોવેવમોડ પર બનાવી શકાય છે.જોકે દરેક માઇક્રોવેવમાં વધુ પાવર અલગ અલગ હોય છે.પણ આ રીતે બનતી કેક માટે કન્વેકશન અને પ્રીહીટ કરવાની જરૂર નથી.સામાન્ય ખાવાનું ગરમ કરવાના SOLO માઇક્રોવેવમાં પણ આ મગ કેક બની શકે છે.
                       
 
       
ફજી કેક
સામગ્રી
3 ચમચા મેંદો
2 ચમચા દળેલી સાકર
1.5 ચમચા કોકો પાવડર
1/4 ચમચી બેકીંગ પાવડર
1 ચમચો સનફ્લાવર તેલ
3 ચમચા દૂધ
નમક ચપટી.
ચોકલેટના ટુકડા મનગમતા

રીત
દરેક સૂકી સામગ્રી ને મિક્સ કરો
એક વાટકામાં મેંદો,સાકર,કોકોપાવડર,બેકીંગપાવડર,અને નમક મીક્સ કરવું.
પછી તેમાં તેલ ઉમેરવું.સરસ ભેળવી દેવું.પછી દૂધ ઉમેરવું.
માઇક્રોવેવ મગમાં થોડું આજુબાજુમાં તેલ લગાડવું.
 માઇક્રોવેવ મગમાં બનાવેલ સામગ્રી મૂકવી.
ઉપર ચોકલેટના ટુકડા મુકવા.
માઇક્રોવેવ હાઈ પર લગભગ 40 થી 50 સેકન્ડ માટે મૂકવું.
બહાર મૂકી ઠંડુ કરવા મૂકવું.
વેનીલા આઇસક્રીમ સાથે પીરસવું

ફ્લોરલેસ એટલે કે કોઇ પણ જાતનો લોટ વાપર્યા વગર
આ મગ કેક બનાવી શકાય છે.આ કેક ચોકલેટ જેવી જ કહી
શકાય.આ કેક સાથે બદામ,પીસ્તા,હેઝલનટ ઉમેરી એક અલગ
સ્વાદ માણી શકાય છે.
ન્યુટેલા મગ કેક
સામગ્રી
2 ચમચા મેશ કરેલા કેળા
2 ચમચા ન્યુટેલા સ્પ્રેડ
1 ચમચો બહુ ગળી ન હોય તેવી ચોકલેટ
2 ચમચા કોકો પાવડર
રીત
મશ કરેલા કેળા,કોકો પાવડર અને ન્યુટેલા સ્પ્રેડને
એક માઇક્રોવેવ પ્રૂફ મગમા સરસ મીક્સ કરો.
મિશ્રણ ઘટ્ટ રાખવું.ચોકલેટ ઉમેરવી.
માઇક્રો હાઇ પર 1 મીનીટ 15 સેકંડ રાખવું
બહાર રાખી થોડું ઠંડુ કરી ઉપયોગમા લેવું

 ગ્લૂટેન ફ્રી કેક.
1 પાકુ કેળુ
2 ચમચા આલમન્ડ બટર
2 ચમચા કોકો પાવડર
3ચમચા સુગર ફ્રી ચોકલેટ ચીપ્સ
રીત
એક રેમકીન કપને ગ્રીસ કરી લેવું
એક વાટકામાં ચોકલેટ ચીપ્સ  સિવાયની
બધી સામગ્રી લેવી.અને સરસ મીક્સ કરવી.
બ્લેન્ડરમા પણ આ રીતે કરી શકાય.
થોડી ચોકલેટ ચીપ્સ ઉમેરવી. કપને માઇક્રો હાઇ
પર એક મીનીટ રાખવો.અથવા તો  ઓવનને
180 ડીગ્રી પર પ્રી હીટ કરી 10 મીનીટ રાખી શકાય.

ઓટફ્લોઅર કેક
સામગ્રી
2 ચમચા ઓટફ્લોઅર
2 ચમચા કોકોપાવડર
ચપટી બેકીંગ પાવડર
4 ચમચી  દળેલી સાકર
1/4 ચમચી બટર
1 ચમચો ગ્રીક યોર્ગટ
5 ચમચા દૂધ
થોડા ડ્રોપ્સ વેનીલા
થોડી ચોકલેટ ચીપ્સ
રીત
રેમકીન કપમા તેલ લગાડવુ. બીજા વાટકામા ઓટફ્લોઅર,કોકો પાવડર,બેકીગપાવડર અને નમક મીક્સ કરવા.
બીજા વાટકામાં બટર,દૂધ,યોર્ગટ,સાકર અને વેનીલાના ટીપા મીક્સ કરવા.
ઓટ ફ્લોઅરનુ મિશ્રણ યોર્ગટમાં મીક્સ કરવુ.ચોકલેટ ચીપ્સ ઉમેરવી.
રેમકીન કપમા મિશ્રણ રેડવુ.ઉપર થોડી ચોકલેટ ચીપ્સ હળવેથી મૂકવી.
2 મીનીટ માઇક્રોવેવ હાઇ પર રાખવું. બહાર 5 મીનીટ રાખવું

ચોકલેટ બનાના મગ કેક
સામગ્રી
2 ચમચા ઘઉનો લોટ
2 ચમચા દૂધ
1/2 પાકુ કેળુ
ચપટી સોડા
થોડી ચોકલેટ ચીપ્સ
2 ચમચી કોકો પાવડર
3 ચમચી દળેલી સાકર
રીત
કેળાને માઇક્રોવેવ મગમાં રાખીને સરસ મેશ કરી લેવુ.
પછી લોટ,સાકર,કોકોપાવડર,બેકીગ સોડા ઉમેરી મીક્સ કરવુ.
દૂધ ઉમેરવુ. માઇક્રો હાઇ પર 45 સેકંડ રાખવું.
પછી મગ બહાર મૂકી ઉપર ચોકલેટ ચીપ્સ મૂકવી.

ચોકલેટ લાવા કેક
સામગ્રી
1ચમચો મેંદો
1 1/2 ચમચી કોકોપાવડર
1 ચમચી  દળેલી સાકર
4 ચમચાદૂધ
2ચમચી સનફ્લાવર તેલ
ચપટી બેંકીગ પાવડર
ચપટી સોડા
ચપટી નમક
નાનો ચોકલેટનો ટુકડો
રીત
દરેક સામગ્રી મીક્સ કરો.
એક મગ લઇ અંદર થોડુ તેલ ચોપડવુ.
બનાવેલ મિશ્રણ રેડવું
બરાબર વચ્ચે ચોકલેટનો ટુકડો મૂકવો.
માઇક્રોવેવ હાઇ પર ફક્ત એક મીનીટ મૂકવું.
પછી બહાર ત્રણ ચાર મીનીટ રહેવા દેવું.
આજુબાજુમા હળવેથી ચાકુ ફેરવવુ.
 એક ડીશમાં ઉધું કરવું.

કોફી કેક
સામગ્રી
3 ચમચા મેદો
4 ચમચા દળેલી સાકર
2 ચમચા કોકો પાવડર
1/2 ચમચી કોફી પાવડર
1 ચમચો તેલ
5 ચમચા પાણી
1/4 ચમચી બેકીંગ સોડા
વેનીલા એસેન્સના ટીપા
થોડી ચોકલેટ ચીપ્સ
રીત
એક વાટકામા દરેક સામગ્રી મીક્સ કરો.
એક મગમા તેલ ચોપડો.
બનાવેલ મિશ્રણ રેડો.
એક મીનીટ માટે માઇક્રોવેવ હાઇ પર રાખો.
જરૂર લાગે તો ફરી અડધી મીનીટ રાખી શકય.

ઓરીયો બિસ્કિટ કેક
સામગ્રી
10 ઓરીયો બિસ્કિટ
1/2 કપ દૂધ
1/4 ચમચી બેકીગ પાવડર
1 1/2 ચમચો  દળેલી સાકર
1/2 ચમચો તેલ
રીત
બિસ્કિટના નાના ટુકડા કરી મીક્સરમા ફેરવી પાવડર કરી લેવો.
તેમાં બાકીની સામગ્રી ભેળવી દેવી.
પાર્ચમેન્ટ પેપર પર તેલ લગાવવુ અને મગમા મુકવૂ.
બનાવેલ મિશ્રણ રેડવુ. માઇક્રોવેવ હાઇ પર 5 મીનીટ રાખવુ.
તરતજ બહાર લઇ લેવુ.ઠંડુ કરીને પછી ઉધું કરવુ .

પાઇનેપલ અપસાઇડ કેક
સામગ્રી
ત્રણથી પાંચ નાના સમારેલા પાઇનેપલના ટુકડા
2 ચમચો બ્રાઉન સુગર
3 ચમચા મેંદો
1ચમચો દહી
1ચમચો દળેલી સાકર
1 1/2 ચમચો બટર
ચપટી સોડા
થોડા ટીપા વેનીલા એસેન્સ
1ચમચો પાઇનેપલ જ્યુસ
રીત
પહેલા મગમાં અંદર બટર લગાડી દેવુ.
પછી પાઇનેપલના ટુકડા અને બ્રાઉન સુગરમૂકી મીક્સ કરવું
એક મીનીટ માટે માઇક્રોવેવ હાઇ પર રાખવું.પછી મગ બહાર લઇ રાખવું
બીજા વાસણમા દહીં,દળેલી સાકર,વેનીલા ડ્રોપ્સ લઇ સરસ મીક્સ કરવું
બટર અને પાઇનેપલ જ્યુસ ઉમેરી સરસ ભેળવી લેવું.
તેમા લોટ અને બેકીંગસોડા ઉમેરવા.આ મિશ્રણને મગમા રેડવુ.
માઇક્રોવેવ હાઇ પર 2 મીનીટ મૂકી મગ બહાર લઇ લેવો.પાંચેક મીનીટ રહેવા દેવું.
પછી આઇસક્રીમ સાથે પીરસવું

રેડ વેલવેટ મગકેક
સામગ્રી
2 ચમચા મેંદો
11/2 ચમચો દૂધ
1/4 ચમચી સફેદ વીનેગર
1ચમચો દળેલી સાકર
1/2 ચમચી કોકો પાવડર
ચપટી બેકીગ પાવડર
ચપટી નમક
3/4 ચમચા વેજીટેબલ તેલ
2 થી 3 ટીપા રેડ ફૂડ કલર
રીત
એક મોટા વાટકામા દુધ અને વીનેગર લઇને સરસ મીક્સ કરવુ એક બાજુ મૂકી રાખવુ.
બીજા વાટકામા લોટ,કોકોપાવડર,બેકીંગ પાવડર અને નમક મીક્સ કરો.
તેમાં દૂધનુ મિશ્રણ ઉમેરવુ.
તેલ અને રેડ ફૂડ કલર ઉમેરવા.સરસ હલાવી લેવુ જેથી સુવાળુ મિશ્રણ તૈયાર થશે.
મગમાં તેલ લગાડી આ મિશ્રણ રેડવું.
માઇક્રોવેવ હાઇ પર ફક્ત 30 સેકંડ રાખવુ.

પીનટબટર મગ કેક
સામગ્રી
4 ચમચા મેંદો
4 ચમચી દળેલી સાકર
4 ચમચા દૂધ
3 ચમચા પીનટ બટર
1/4 ચમચી બેકીગ પાવડર
રીત
દરેક સામગ્રી એક મોટા મગમાં મીક્સ કરો.
બટર સરસ રીતે ભળી જાય ત્યાં સુધી ભેળવવુ.
મિશ્રણ થોડુ ઘટ્ટ રહેશે.પણ સરસ રીતે હલાવવાથી
મિશ્રણ સુવાળુ થઇ જશે.
માઇક્રોવેવમા મગ મૂકી 1મીનીટ રાખો.જો જરુર પડે તો
બીજી 15 સેકેન્ડ રાખી શકાય.

ચેરી કેક
સામગ્રી
5 ચમચા મેંદો
3 ચમચા  દળેલી સાકર
2 ચમચા કોકો પાવડર
3 ચમચા તેલ
6 ચમચા દુધ
1/2 ચમચીબેકીંગ સોડા
થોડી સમારેલી ચેરી
રીત
એક વાટકામાં લોટ,સાકર,કોકોપાવડર,અને સોડા લઇ સરસ મીક્સ કરવુ.
પછી તેમાં તેલ  અને દૂધ ઉમેરી સુવાળુ મિશ્રણ બનાવો.
થોડી ચેરી ઉમેરી સરસ મીક્સ કરવુ જેથી ચેરી સરસ ભળી જાય.
માઇક્રોવેવ પ્રૂફ રેમકીન કપમાં તેલ ચોપડી આ મિશ્રણ રેડવું. હાઇ પર 2 મીનીટ રાખવુ.
બહાર કાઢીને થોડી મીનીટ પછી એને પીરસવાની પ્લેટમાં ઉંધુ કરવું
1/2 કપચેરી,1 ચમચો દળેલી સાકર અને થોડા લીબુંના ટીપા ઉમેરી બ્લેન્ડ કરો.
ચેરી કેક પર આ મિશ્રણ રેડવું.

દહીં  કેક. આ કેક ડીશમાં બનાવની છે પણ માઇક્રોમોડ પર જ બનશે.
સામગ્રી
1 3/4 કપ મેંદો
1 કપ  દળેલી સાકર
3/4 કપ તેલ
1 કપ દહીં
1 ચમચી બેકીંગ સોડા
8 ચમચી કોકોપાવડર
1 ચમચી વેનીલા ડ્રોપ્સ
1 ચમચો દૂધ

આઇસીંગ માટે
2 1/2 ચમચી કોકોપોવડર
4 ચમચા દળેલી સાકાર
3 ચમચા પાણી
વેનીલા ડ્રોપ્સ
સજાવટ માટે થોડા અખરોટ અને ચેરી
રીત
તેલ , સાકાર,અને દહીં ને સરસ મીક્સ  કરો.એક જ દિશામાં ચમચો ફેરવી ઘટ્ટ થવા દેવું.
લોટ,સોડા,કોકોપાવડર લઇને ચાળી લેવું અને દહીંના મિશ્રણ માં ભેળવવું.
વેનીલા ડ્રોપ્સ અને દૂધ ઉમેરી દેવું.ફરી મિશ્રણ હલાવી લેવું.
આ મિશ્રણને માઇક્રોવેવપ્રૂફ ડીશમાં તેલ લગાડી પાથરવું.
ત્રણ થી ચાર મીનીટ હાઈ પર રાખવું.
બહાર કાઢી ટૂથપીક કે ચાકુની સહાયથી ચકાસવું.
જરૂર લાગે તો ફરી માઇક્રોવેવમાં મૂકી શકાય પણ સુકાઈ ના જાય તે ધ્યાન રાખવું.
આઇસીંગની બધી સામગ્રી ભેગી કરી મિશ્રણ બનાવી લેવું.
કેક ઠંડી થાય એટલે ઉપર મનગમતી સજાવટથી આઇસીગ કરવું.અખરોટ ચેરી મુકવા.

ગાજરની કેક
સામગ્રી
3 ચામચો મેંદો
2 ચમચા છીણેલુ ગાજર
3/8 ચમચા દળેલી સાકાર
1/8  ચમચી તજ પાવડર
1/8/ ચમચી બેકીંગ પાવડર
ચપટી નમક
1/4 ચમચી તેલ
1 ચમચો ગ્રીક યોર્ગટ
1 1/2 ચમચો દૂધ
થોડા વેનીલા ડ્રોપ્સ
રીત
એક રેમકીન કપમાં તેલ ચોપડી લેવું.
બીજા વાટકામાં લોટ,સાકાર,તજપાવડર,બેકીંગ પાવડર અને નમક મેળવવું
બીજા એક વાટકામાં તેલ,દહીં,અને દૂધ મિક્સ કરવું,વેનીલા ડ્રોપ્સ ઉમેરવા
તેમાં ધીરે ધીરે લોટ ઉમેરવો.બરાબર ભેળવીને ગાજરનું છીણ ઉમેરવું.
રેમકીન મગમાં આ મિશ્રણ ઉમેરવું.
માઇક્રોવેવ હાઈ પર 3 મિનિટ રાખવું.બહાર  2 મીનીટ મૂકવુ.
દહીં,ક્રીમચીઝ,દૂધ અને દળેલી ખાંડ ઉમેરી મીક્સ કરવું.
અને મનગમતી સજાવટ કરવી.

           











ટિપ્પણીઓ