ખાટા,મીઠા અને તીખા જે સ્વાદ હોય તેમાં ડીપ હંમેશા બધાના માનીતા રહેવાના.કોઈ પણ ઋતુ હોય,સમય હોય,અને આંગળીથી ચટાકા લેવાના હોય તો ડીપ સહેલાઇથી બનાવીને માણી શકાય છે. બહારના નાના પેકેટમાં મળતા ડીપ કરતા ઘરના તાજા ડીપ બનાવા સારા જે પાંચેક મીનટ માં તૈયાર કરી શકાય છે.સસ્તા પણ પડે છે અને સામગ્રી પણ બહુ નથી જોઈતી.સ્વચ્છ અને તાજાતો ખરા જ.
ડીપ બનાવા સહેલા છે સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટીક હોય છે.સામાન્ય શાક અને લીલોતરી ઉમેરી ને બનાવી શકાય છે.
લસણ અને અખરોટ નું ડીપ
સામગ્રી
4 ઘઉંનાટોસ્ટ
1/4 કપ અખરોટ
4 લસણની કળી સમારેલી
3 ચમચા લીંબુનો રસ
1 1/2 ચમચો ઓલિવ ઓઇલ
1 કપ પાણી
2 ચમચા પાર્સલે સમારેલી
નમક અને મરી પાવડર સ્વાદનુસાર
રીત
ટોસ્ટને બ્લેન્ડર માં પીસી લેવા.
પહેલા ટોસ્ટ એક વાર પીસવા.
વચ્ચેથી અખરોટ અને લસણ નાખી ફરી પાછું બ્લેન્ડર ચાલુ કરવું
ફરી તેમાં બાકી ની સામગ્રી નાખી, પાણી નાખી પીસી લેવું.
ઘાટ્ટી સામગ્રી તૈયાર થશે. બધી પેસ્ટ વાસણ માં કાઢી લેવી.
જરુર મુજબ નમક અને મરી પાવડર નાખવો.
ચિપ્સ ડીપ
સામગ્રી
1 કપ ક્રીમ ચીઝ
1/4 કપ ચીલી સોસ
નમક સ્વાદ મુજબ
રીત
એક વાસણ માં બધી સામગ્રી ભેગી કરી અને ઇલેક્ટ્રિક મિક્સર થી વ્હિપ કરી લેવી
આ ડીપને એરટાઈટ ડબ્બા માં મૂકી ફ્રિજ માં 2 કલાક રાખવું.
બટેકા ની ચિપ્સ સાથે સરસ લાગશે
એવોકાડો ડીપ
સામગ્રી
1 એવોકાડો
1/4 કપ ગ્રીક યોર્ગટ
1 નાની લસણની કળી સમારેલી
2 ચમચો સમારેલી કોથમીર
1 ચમચી લીંબુ નો રસ
ચપટી જીરું પાવડર
નમક જરુર મુજબ
મરી પાવડર
રીત
બધી સામગ્રી બ્લેન્ડર માં બ્લેન્ડ કરી લેવી.
ચિપ્સ,પિતા બ્રેડ,સમારેલા કાચા શાક સાથે પીરસી શકાય.
રેન્ચ ડીપ આ એક સલાડ ડ્રેસીગ પણ કહી શકાય.અમેરીકામાં જાણીતું
રેન્ચ ડીપ છે જે ચીપ્સ બ્રોક્લી,ગાજર અને સેલરી જેવા શાક સાથે ખવાય છે.
સામગ્રી.
1/2કપ મેયોનીઝ
1 1/2 ચમચો દૂધ
1/2 ચમચો લીંબુનો રસ
1/2 ચમચો ડ્રાય પાર્સેલે
1 ચમચી લસણનો પાવડર
1/2 ચમચી ડ્રાય ફુદીના
1/2 ચમચી ઓનિઅન ફ્લેક્સ[dehydrated ]
1/4 ચમચી મરી પાવડર
નમક સ્વાદ પ્રમાણે
રીત
એક વાસણ માં મેયોનીઝ લઇદૂધ ઉમરી લીંબુનો રસ ઉમેરવો.
બધા મસાલા ઉમેરી અને સરસ ભેળવી લેવું
ચિપ્સ અને સમારેલા કાકડી,ટમેટા,ગાજર,અને અન્ય
કાચા શાક સાથે પીરસી શકાય.
જો બહુ ઘટ્ટ લાગે તો દૂધ ઉમેરી શકાય.
.
બ્રોકલી ડીપ
200 ગામ બ્રોકલી
1 કપ ચીઝ
નમક
રીત
બ્રોકલી ને જીણી સમારવી.
ઉકળતા પાણીમાં બે મિનિટે બ્લાન્ચ કરવી.
પાણી નીતારી લેવું.
ચમચા વડે ચીઝ સરસ મીક્સ કરવુ
બ્રોકલી,ચીઝ અને નમક મીક્સ કરી બ્લેન્ડર માં સરસ બ્લેન્ડ કરી પ્યૂરી બનાવી લેવી.
બ્રેડ,ચિપ્સ,નાચોસ, સાથે પીરસવી
કાકડી દહીં નું ડીપ
સામગ્રી
1 કપ દહીં એક કલાક બાંધી અને ગાળી લેવું
1 કપ કાકડી છોલી અને સમારી લેવી
1 લસણ ની કળી ઝીણી સમારી લેવી
1 ચમચો ડીલ સુઆભાજી/ ફૂદીનાપાન સમારેલા
2 ચમચી લીંબુનો રસ
નમક અને મરી પાવડર સ્વાદ મુજબ
રીત
દહીં માં કાકડી,લસણ,ડીલ અથવા ફુદીનો મીક્સ કરવો
લીંબુ નો રસ મિક્સ કરવો
સરસ મિક્સ કરી નમક અને મરીપાવડર ઉમેરવો.
પીટા ચિપ્સ,સમારેલા શાક,પીટા બ્રેડ સાથે પીરસવું.
ફુદીના ડીપ
સામગ્રી
2 ચમચા ફુદીનો
5 ચમચા કોથમરી
1 ચમચો લીંબુ નો રસ
2 લીલા મરચા સમારેલા
થોડું છીણેલું આદુ
2 લસણ ની કળી છીણેલી
નમક સ્વાદાનુસાર
રીત
બધી સામગ્રી ખરલમાં વાટી લેવી.
વધુ બનાવી ફ્રીજમાં મૂકી શકાય.
પાલક ડીપ
સામગ્રી
11/2 સમારેલો કાંદો
1 ચમચી તેલ
થોડા ઝીણા સમારેલા લીલામરચા
1 કપ પાલક સમારેલી
ચીઝ જરૂર મુજબ
1/4 કપ દૂધ
નમક સ્વાદનુસાર
મરી પાવડર
રીત
એક વાસણમાં તેલ ગરમ કરવું.
કાંદો સાંતળો લીલા મરચા ઉમેરી સાંતળવા.
મધ્યમ તાપે સાંતળવું.
પાલક અને ચીઝ ઉમેરી અને 3 મિનિટ સાંતળવું.
દૂધ ઉમેરી અને સતત 2 મિનિટ સાતળવું.
નમકઅને મરીપાવડર ઉમેરવો.
બાજુ પર ઠંડુ કરવા મુકવું.
મીક્સર માં સુંવાળી પેસ્ટ બનાવી અને ટોસ્ટ પર લગાડવી.
લીલા કાંદાનું ડીપ
સામગ્રી
1/4 કપ સમારેલો લીલો કાંદો
સફેદ અને લીલો ભાગ બંને લેવો
1/3 કપ દહીં
1/4 ચમચી સમારેલું લસણ
થોડા સમારેલા લીલા મરચા
થોડો જીરા પાવડર
ચપટી સાકર
ચપટી રાયનો પાવડર
નમક સ્વાદનુસાર
રીત
બધી સામગ્રી ભેળવી લેવી અને સરસ મીક્સ કરવી.
મીક્સરમાં બ્લેન્ડ કરવી.પછી એક વાટકામાં રાખવી.
જરુર લાગેતો થોડું દહીં ઉમેરવું.
ફ્રીજમાં ઠંડુ કરવા રાખવું.બ્રેડ સ્ટિક્સ,ચીપ્સ અને ફીંગરફૂડસાથેપીરસો
કોથમીરનું ગ્રીક ડીપ
સામગ્રી
2 કપ ગ્રીક ર્કડ (દહી)
1/4 ક્પ કોથમીર સમારેલી
2 લસણની કળી સમારીલી
2 ચમચા લીંબુ નો રસ
1 ચમચી જીરું પાવડર
નમક અને મરી પાવડર
રીત
બધી સામગ્રી મીક્સ કરી લેવી.ફ્રિજમાં રાખી જરૂર મુજબ ઠંડી કરવી.
સ્પ્રેડ SPREAD
દહીંનું સ્પ્રેડ
સામગ્રી
2કપ દહીં
2ચમચો લીલા કાંદા સમારેલા
1 1/2 ચમચી બારીક સમારેલું લસણ
2ચમચો બારીક સમારેલી પાર્સેલય
ચપટી નમક
રીત
બારીક કપડાં માં દહીં બાંધી લેવુ અને બધું પાણી નિતારી લેવું.
દહીં ઘાટ્ટુ થઇ જશે એટલે એમાં બાકીની સામગ્રી ઉમેરવી.
સરસ ભેળવી. એક કલાક ફ્રિજ માં રાખવી.
ખાખરા પર લગાડી પીરસો.
ગ્રીક યોર્ગટ સ્પ્રેડ
સામગ્રી
1કપ ગ્રીક યોર્ગટ
1/4 ચમચી રાઇનો પાવડર
નમક જરુર મુજબ
મરી પાવડર
ચપટી પેપરીકા
રીત
દરેક સામગ્રી ભેગી કરી અને સુવાંળી થાય ત્યાં સુધી મીક્સ કરવી.
ફ્રીજમાં ઠંડુ કરવા મૂકવી.સેન્ડવીચ સ્પ્રેડ તરીકે ઉપયોગ કરી શકાય.
ચીઝ સ્પ્રેડ
સામગ્રી
1 કપ ચીઝ સ્પ્રેડ જે બજારમાં ઉપલબ્ધ હોય
1/2 ચમચી રાય નો પાવડર
1/4 ચમચી મરી પાવડર
ચપટી નમક
21/2 ચમચો બારીક સમારેલ કેપ્સિકમ
રીત
એક વાટકામાં બધી સામગ્રી ભેગી કરી સરસ હલાવવું.
આ સ્પ્રેડ સેન્ડવીચ અને અન્ય બ્રેડની વાનગીમાં લગાડી શકાય.
લીલા લસણનું સ્પ્રેડ
સામગ્રી
2 લીલા લસણની ડાળખી
1/2 કપ બટર
1 ચમચી લીલા મરચાની પેસ્ટ
રીત
લીલું લસણ પાન સાથે સરસ બારીક સમારી લેવુ.
એક વાસણ માં ધીમા તાપે બટર ગરમ કરવું.
તેમાં લીલુ લસણ પાન સાથે ઉમેરી એકાદ મીનીટ સાંતળવું.
મરચાની પેસ્ટ ઉમેરવી.
ધીમા તાપે 3 થી 5 મિનિટ સાંતળવું.
ઠંડુ કરી ઉપયોગ માં લેવું.
વેજી સ્પ્રેડ
સામગ્રી
એક કપ બાંઘેલુ દહીં
3/4 કપ બારીક સમારેલા ગાજર,કાકડી,કોબી,કાંદો
3 ચમચા બારીક સમારેલી કોથમીર
2ચમચા બારીક સમારેલો ફુદીનો
નમક અને મરી પાવડર સ્વાદ પ્રમાણે
રીત
એક વાસણમા દહીં લેવુ.પાણી સરસ રીતે નીતારી લેવું.
કારણકે શાક ઉમેરવાથી પાણી છૂટશે તો સ્પ્રેડ બરાબર બનશે નહીં.
દહીં ચમચાથી હલાવી સુવાળું કરી લેવું. નમક અને મરી પાવડર ઉમેરવો.
ધીરે ધીરે બધા શાક ઉમેરવા અને સરસ મીક્સ કરવા
ફ્રીજમાં ઠંડુ કરવા મૂકવું.સેન્ડવીચ પર લગાડવું.
ડીપ તરીકે પણ પીરસી શકાય.











ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો