પોરીયલ દક્ષિણભારતની વાનગી છે.પોરીયલ ભાત, સાંભાર,રસમ અને દહીં સાથે પીરસાય છે. SIDE DISH કહી શકાય આવી આ વાનગી મોટે ભાગે શાકમાંથી બનાવાય છે અને તાજા નાળિયેરના ખમણ નો ઉપયોગ થાય છે.તમિલ શબ્દ પોરીયલ એટલે સાંતળવું.કન્નડ ભાષા માં પાલ્ય કહે છે અને તેલુગુ માં વેપુડુ કહે છે.થોરન પણ કહેવાય છે.
પોરીયાલ ઓછા તેલમાં રાઈ અને અડદદાળના વઘારમાં સમારેલા અથવા છીણેલા શાકમાં થી બનાવાય છે.
પોરીયલ ઝડપથી બની જાય છે અને બહુ સામગ્રીની જરુર નથી પડતી.
હળદર અને આખું લાલમરચું મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે.કર્ણાટકમાં પોરીયલમાં ચણાદાળ પણ નાખવામાં આવે છે.કોઈ પણ શાકનું પોરીયલ બનાવી શકાય છે.એક શાક અથવા બે ત્રણ શાક સાથે પણ બનાવી શકાય છે.પણ બનાવાની રીત એક સરખી જ રહે છે જેમ કે રાઈ અને દાળનો વઘાર,નાળિયેરના ખમણ નો ઉપયોગ.
પોરીયલ સુક્કા શાક તરીકે દક્ષિણ ભારતીય થાળીમાં મજેદાર લાગે છે.
કોબી પોરીયલ
સામગ્રી
1 કપ લાંબી સમારેલી કોબી
1/4 કપ કાંદો લાંબી ચીરીમાં સમારવો
1/2ચમચી રાઈ
1/4 ચમચી અડદ દાળ
લીલા મરચા લાંબી ચીરી પડેલા સ્વાદ મુજબ
લીમડાના પાન
1 આખું લાલ મરચું
ચપટી હળદર
નમક સ્વાદ મુજબ
1 1/2 ચમચી તેલ
1 ચમચો નાળિયેરનું ખમણ
રીત
એક વાસણમાં તેલ ગરમ કરો.
રાઈ નાખો અને અડદ દાળ નાખી સાંતળો લીમડાના પાન ઉમેરો.
પછી કાંદા ની ચીર નાખી સાંતળો, લીલા મરચાની ચીરી ઉમેરો.
મધ્યમ તાપ પર રાખો અને કાંદો નરમ થાય એટલે હળદર ઉમેરો.
કોબી ઉમેરો સાથે નમક ઉમેરી સરસ ભેળવો.
મધ્યમ તાપ પર ચઢાવો અને વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો.
નાળિયેરનું ખમણ ઉમેરી પીરસો.
ફાણસી ગાજર પોરીયલ
સામગ્રી
100 ગ્રામ ફણસી
100ગ્રામ ગાજર
1 ચમચી અડદ દાળ
નમક સ્વાદાનુસાર
1/4 ચમચી હળદર
1/2 ચમચી લાલ મરચું
1 ચમચો તેલ
1/2 ચમચી રાઈ
લીમડા ના પાન
ખમણેલું નાળિયેર
રીત
કૂકર માં ફણસી ગાજર બાફી લો.અથવા તો છૂટા પણ બ્લાન્ચ કરી શકાય.
એક વાસણ માં તેલ ગરમ કરો રાઈ હિંગ નો વઘાર મુકો.
અડદ દાળ સાંતળો.લીમડા ના પાન ઉમેરો
બાફેલા ફણસી ગાજર ઉમેરો.
હળદર,લાલ મરચું અને નમક ઉમેરો.
ધીમા તાપે બે મિનીટ સીઝવો.નારિયેળના ખમણ નાખી સજાવો
ફણસી પોરીયલ
સામગ્રી
2 કપ ફણસી બહુ બારીક ના સમારાવી.
નમક સ્વાદાનુસાર
1/4 ચમચી અડદ દાળ
1 આખું લાલ મરચું
1/2 ચમચી લાલમરચું
ચપટી હળદર
1 ચમચી તેલ
2 ચમચા પાણી
1/2 ચમચી રાઈ
આખું લાલ મરચું
લીમડા ના પાન
1 ચમચી તલ
2 ચમચા મગફળી
નારિયળ નું ખમણ
રીત
કૂકર માં 2 ચમચા પાણી,નમક સાથે ફણસી એક સીટીથી બાફી લેવી
તલ અને મગફળી શેકી લો અને દરદરી પીસી લેવી
એક વાસણ માં તેલ ગરમ કરો.રાઈ લીમડો નાખો.
અડદ દાળ શેકો.આખું લાલ મરચું તોડી ને ઉમેરો.
બાફેલી ફણસી ઉમેરો અને સરસ મીક્સ કરો.
લાલ મરચું ,હળદર ઉમેરો અને મિક્સ કરો.
જરુર લાગે તો નમક ઉમેરો કારણ બાફતી વખતે ઉમેર્યુ હોય છે.
તલ મગ ફળીનો ભૂકો ઉમેરો
ધીમે તાપે એકાદ મીનીટ સીજવો.
ગેસ પરથી ઉતારી નાળિયેર નું ખમણ ઉમેરો
ટીંડોળાં નું પોરીયાલ
સામગ્રી
250ગ્રામ ટીંડોળા
1 ચમચી રાઈ
1 ચમચી અડદ દાળ
1લીલું મરચુ બારીક સમારેલુ
લીમડાના પાન
ચપટી હિંગ
નમક સ્વાદાનુસાર
1 ચમચો તેલ
1/4 ચમચી હળદર
નાળિયેરનું ખમણ
રીત
ટીંડાળા ધોઇને ગોળ સમારી લો.
એક વાસણમાં જરુર મુજબ પાણી અને નમક નાંખી ટીંડોળા ચઢાવો.
એક વાસણમાં તેલ ગરમ કરો.રાઇ હિંગ ઉમેરો.અડદદાળ નાંખી સાંતળો.
દાળ સોનેરી સાંતળવી.લીમડાના પાન ઉમેરો.લીલુ મરચુ ઉમેરો
હળદર નાંખો. એક મીનીટ સાંતળો
ટીંડોળા ઉમેરો.ધીમા તાપે બે ત્રણ મીનીટ સાતળવું.
જરુર લાગે તો નમક ઉમેરો. નાળિયેરનું ખમણ છાંટો.
રસમ ભાત અને રાયતા સાથે પીરસો.
ગવારનું પોરીયલ
સામગ્રી
250ગ્રામ ગવાર સમારી લેવી
1નાનો કાંદો બારીક સમારેલો.
1/2ચમચી રાઇ
એક લાલ મરચુ આખું
લીમડાના પાન
1/4 ચમચીહળદર
1ચમચો તેલ
1લીલુ મરચું બારીક સમારો.
નમક સ્વાદાનુસાર
નાળિયેરનું ખમણ
રીત
નાળિયેર અને લીલા મરચાની પેસ્ટ બનાવી લેવી.
થોડું ખમણ બાજુ પર રાખી લેવું
તેલ ગરમ કરી રાઇ હીંગ લીમડો ઉમેરો.
આખું લાલ મરચું તોડીને ઉમેરી જરા સાંતળવું.
કાંદો ઉમેરી નરમ થાય ત્યાં સુધી સાતળવું.
ગવાર ઉમેરી સરસ ભળવી લેવું.
1/4 કપ પાણી ઉમેરી ઢાંકીને ધીમા તાપે સીજવવું
વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાક અને મસાલા
બળી ન જાય.જરુર લાગે તો થોડું થોડું કરીને પાણી
છાંટવું.બનાવેલી પેસ્ટ ઉમેરી સરસ ભેળવવું.
તાપ પરથી વાસણ ઉતારી ખમણ ભભરાવો.
સાંભાર ભાત સાથે પીરસો.
લીલી ચોળીનું પોરીયલ
સામગ્રી
150ગ્રામ લીલી ચોળી સમારેલી
1ચમચો નાળીયેરનુ ખમણ
1/4ચમચી લાલ મરચું
1/2 ચમચી રાઇ
1/2 ચમચી અડદ દાળ
1/4 ચમચી હળદર
ચપટી હીંગ
1 ચમચી તેલ
લીમડાના પાન
નમક સ્વાદાનુસાર
રીત
નાળિયેરનુ ખમણ અને લાલમરચામા થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
તેલ ગરમ કરો. રાઇ હીંગ ઉમેરો.
અડદ દાળ સાંતળો.લીમડાનાપાન ઉમેરો.
સમારેલી ચોળી ઉમેરો.નમક ઉમેરી સરસ ભેળવી ઢાંકીને ચઢાવો
બે ત્રણ મીનીટ પછી હળદર ઉમેરો.પાણી છાંટીને ધીમા તાપે સીજવવું.
ચોળી સરસ ગળી જાય એટલે પેસ્ટ ઉમેરી એકાદ મીનીટ ધીમા તાપે રાખો.
રીંગણ સરગવાની શીંગનું પોરીયલ
સામગ્રી
3રીગણા
5સરગવાની શીંગ
1/2 કપ કાંદા સમારેલા
1ટમેટાના પીસ
1 ચમચી આદુ લસણની પેસ્ટ
ચપટી હળદર
1/2 ચમચી લાલ મરચું પાવડર
નમક સ્વાદનુસાર
ચપટી હિંગ
ચપટી સાકર
1ચમચો તેલ
1/4 રાઇ
1/2 ચમચી ચણા દાળ
લીમડાના પાન
રીત
વાસણમાં તેલ ગરમ કરો.રાઇ હીંગ ઉમેરો.ચણાદાળ સાંતળો.
લીમડાના પાન ઉમેરો.કાંદો ઉમેરી સાંતળો.આદુ લસણની પેસ્ટ
ઉમેરી સાંતળો.હળદર,લાલમરચું ઉમેરી સરસ મીક્સ કરો.
રીંગણા અને સરગવાની શીંગ ઉમેરી નમક નાખો. 1/4 કપ પાણી
નાખી ઢાંકીને ધીમા તાપે સીજવવું.વચ્ચે વચ્ચે શાક હલાવવું જો જરુર
પડે તો પાણી છાંટવું. રીંગણા અને સરગવો સરસ ગળી જાય એટલે
ટમેટાના પીસ ઉમેરો. ચપટી સાકર ભેળવો.
મીક્સ શાકનું પોરીયલ
સામગ્રી
2કપ મીક્સ શાક
ગાજર,વટાણા,ફણસી,ફૂલકોબી,રીંગણ,ટીંડોળા,ગવાર
1કાંદો ઝીણો સમારેલો.
લીલુ મરચું જરુર મુજબ
ચપટી હળદર
ચપટી હીંગ
નાળીયેરનું ખમણ
નમક
1ચમચો તેલ
1ચમચી અડદ દાળ
1આખું લાલ મરચુ
લીમડાના પાન
રીત
એક જાડા વાસણમાં તેલ ગરમ કરો.રાઇ હીંગ ઉમેરો.
આખુ લાલમરચુ, અડદદાળ અને લીમડાના પાન ઉમેરી સાંતળવું
કાંદો ઉમેરી સાતળવો.લીલા મરચાના પીસ ઉમેરવા.
બધા શાક ઉમેરવા.હળદર અને નમક ઉમેરીને ધીમા તાપે ઢાંકીને
સીજવવું.પાંચેક મીનીટ પછી ફરી ભેળવવું અને પાણી છાંટવું
શાક ગળવા દેવા.છેલ્લે નાળિયેરનું ખમણ છાંટવું

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો