વિસરાતી વાનગીઓ

ભારત LAND OF SPICES એટલે કે મસાલાની ધરતી કહેવાય છે. ભારત   દેશને ભવ્ય સંસ્કૃતિ અને પાકકળા
વિરાસત માં મળી છે.અલગ અલગ આબોહવા,જમીન ના પ્રકાર,લોકો ના કામકાજ,અને રીતરિવાજ થી ભારત દેશમાં ચિત્ત ને આકર્ષણ કરનારા વ્યંજનનો ખજાનો આશીર્વાદ માં મળ્યો છે.
                                               
           

આજના આધુનિક અને ઝડપી જીવન શૈલી જીવવામાં, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની પસંદગીમાં ભારતની વાનગીઓનો પારંપારિક ભવ્ય વારસો વિસરાઇ ગયો છે.

શહેરીકરણ,વ્યસ્ત જીવન અને સમયના અભાવને કારણે આપણી ભોજન પદ્ધતિમાં મોટો બદલાવ આવ્યો છે.આપણી પરંપરાગત ભારતીય વાનગીઓ વિસરાય રહી છે,ત્યારે સ્વાસ્થયને અનુકૂળ આહારની જાણકારી નવી પેઢીને મળે તેખૂબ જ જરુરી છે.

આજની યુવાપેઢીમાં જંક ફૂડની આદત સામાન્ય બની ગયી છે.ખાણીપીણીની લારીઓના ચટાકેદાર, ફૂડ કલરથી ચમકાવતી વાનગીઓનું આર્કષણ વ્યસનમાં ફેરવાઇ ગયું છે.પાઉભાજીતો અમુક લારીની જ સારી,ભજીયાતો અમુક મહોલ્લામાં જ ખાવા જવાના,તો વળી શરબત કે પીણાની લહેજત માણવાના પણ સ્થળ પ્રસિધ્ધ થઇ ગયા છે. આવો આગ્રહ વ્યસન નહીં તો શું કહી શકાય? પીઝા ર્બગર અને આંતરરાષ્ટ્રિય વાનગીઓ માણવુંતો સ્ટેટસ બની ગયું છે.

આપણું ભોજન જેટલું સાદું અને શુદ્ધ હશે તેટલા જ આપણને પ્રસન્ન રાખશે.ઇન્સટન્ટ આહારનો આનંદ પણ ક્ષણિક હશે.આવા આહારની જાહેરાતો આર્કષક હોય છે પણ તેનાથી શરીરને કેટલું નુકસાન થાય છે એની માહિતી આપવામાં નથી આવતી.

આપણી કહેવાતી પારંપરિક વાનગીઓ  પ્રત્યે સભાન બનીએ તે જરુરી છે.આપણી ભારતીય પરંપરા આધુનિક યુગની ગતિશીલતાને અને બદલાવને સ્વીકારે છે,અને બદલાવ જરુરી છે પ્રગતિશીલ થવા. આમ છતાં આપણી ભારતીય સંસ્કૃતિના મૂળ સમાન વાનગી આહારને આપણે વિસરવા ન જેઇએ.

ભારતીય વાનગીઓના વર્ગમાં વાનગીઓ અને તેની બનાવવાની પદ્ધતિઓમાં વિવિધતા રહેલી છે જે પ્રદેશ અનુસાર ભિન્નતા જોવા મળે છે.ભારતની ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિએ તેની વાનગીઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે


ફૂલકારી પુલાવ પંજાબની લુપ્ત થતી એક વાનગી છે.આ નામ કપડા પર કરવામાં આવતા ભરતકામ પરથી લેવામાં આવ્યું છે.પણ હવે આ વાનગી વિસરાતી જાય છે.આ વાનગી 19મી સદીમાં બનાવાની શરુ થઇ હતી જ્યારે બીરયાની ભારતમાં બનાવાતી નહોતી.આ વાનગીમા હાથેથી પાડેલુ ઘી ઉપયોગમા લેવાતું કેસર અને ખસખસથી વાનગીમાં ભરપૂર સ્વાદ આવે છે.
આ વાનગી  માટીની હાંડીમા બનાવાતી હતી જે સુગંધમા ઉમેરો કરે છે. માકી દાળ સાથેપીરસાતી હતી.
                                               
                                                                                                  
                                                               

ફૂલકારી પુલાવ

સામગ્રી

1વાટકી ચોખા
1/2 કપ દૂધ
1/2ચમચી ખસખસ
ચપટી કેસર દૂધમાં પલાળી રાખવી
પચાસ ગ્રામ પનીરના ટુકડા
1ચમચો ધી
2 લવીંગ
1તજનો ટુકડો
થોડા કાળા મરી
1/2કપ ગાજરના પીસ અને લીલા વટાણા
2એલચી
1ચક્રફૂલ
1/2વાટકી કાજુ બદામ કીશમીશ
નમક સ્વાદ પ્રમાણે
બે ટીપા કેસરી અને લીલો ફૂડ કલર

રીત


એક વાસણમાં ચોખા ધોઇ લો. ચોખામાં ખસખસ ભેળવો.બે ટીપા તેલ અથવા લીબુંનો રસ ઉમેરી ચોખા રાધવાં મુકવા. જરુર મુજબ પાણી ઉમેરો.સાવ ગળવા ન દેવા. અધપકવેલા ભાતને ચારણીમાં લઇ નીતારી લો.  એક થાળીમાં ભાત પાથરી દો જેથી દાણા છૂટા રહે.
થોડી વાર રહેવા દઈ ને બંને કલર ભાતમા  ઉમેરી મિક્સ કરવા
પહોળા વાસણમાં ધી લઇ મધ્યમ આંચ પર મૂકો.પછી તેમાં તજ,લવીંગ,એલચી,કાળા મરી,ચક્રફૂલ નાખી સાંતળો. કાજુ,બદામ અને કીશમીશ મેળવો. ગાજર વટાણા ઉમેરો. પાંચેક મીનીટ સાંતળો.
ખસખસવાળો ભાત,પનીર,કેસરવાળુ દૂધ અને બાકી રહેલું દૂધ ઉમેરો.
ધીમા તાપે રાખી પકાવો.નમક નાંખો અને આંચ પરથી ઉતારી લો.
            

ડંઠલનુંશાક. આ શાક પંજાબી ઘરો માં બનતું શાક છે જે ફૂલ કોબી એટલે કે ફ્લાવર સમારતા જે કઠણ ભાગ અને લીલા પાન બચે છે એમાં થી બનાવાય છે,મોટે ભાગે ડંઠલ અને પાન ફેંકી દેવાય છે પણ સ્વાદિષ્ટ શાક
બની શકે છે. મેંદા અને બેસન માં થી ભજીયા જેવું ખીરું બનાવી ડંઠલ ના ભજીયા પણ બનાવાય છે.
એવીજ રીતે પત્તા કોબીના   કઠણ ભાગ ને નમકમાં રાખી પાણી નીચોવી વઘાર અને મસાલા કરી શાક બનાવી શકાય છે અથવા તો કાકડી ટમેટો ના કચુંબર સાથે ભેળવી શકાય છે.
                                                  
                                        

સામગ્રી

1મોટી ફૂલકોબી
1 મધ્યમ કાંદો ઝીણો સમારેલો
1 ચમચી આદુ લીલા મરચા
લસણ ની પેસ્ટ                         
1/4 ચમચી હળદર
ચપટી હિંગ
1/4 ચમચી ગરમ મસાલો
1 ચમચી આમચૂર પાવડર
2 થી 3 ચમચા પાણી
2 ચમચા તેલ
નમક સ્વાદનુસાર

 રીત

ફૂલકોબી માં થી પાન અને કઠણ ડંઠલ અલગ કરી લો
પાણી થી સરસ ધોઈ લો અને પાંચેક મીનીટ ગરમ પાણી માં પલાળી રાખો
પછી સમારી લો. કૂકર માં તેલ ગરમ કરો.
આદુ ,લસણ,મરચા ની પેસ્ટ સાંતળો
કાંદો સાંતળો પછી હળદર ઉમેરો
ડંઠલ અને કોબી ના પાન ઉમેરો અને સરસ મિક્સ કરો.
નમક નાખો પાણી નાખો અને 2 થી 3 સિટી થવા દો.
કૂકર ઠંડુ થયા પછી ઢાંકણ ઉઘાડી ધીમા તાપે ગેસ પર મુકો.
પાણી ના રહેવું જોઈએ.ગરમ મસાલો અને આમચૂર પાવડર ઉમેરો.
રોટલી સાથે પીરસો




છેના પોડા  રથયાત્રા ભારતનો મહત્વનો તહેવાર છે.છેના પોડા ઓરિસ્સા રાજ્યની જાણીતી વાનગી  છે.અને ભગવાન જગન્નાથનું નૈવદ્ય છે. પણ આજે વિસરાતી વાનગીઓમાં આવે છે.કહેવાય છે કે એક મીઠાઈ બનાવાવાળા એ બચેલા પનીરમાં સાકાર મેળવી રાતભર  અગાઉથી વાપરેલી  ગરમ ભટ્ટી પર વાસણ રાખી મૂક્યું.બીજે દિવસે સવારે એક સરસ વાનગી બની ગયી જે છેના પોડા તરીકે પ્રસિદ્ધ થઇ ગયી પણ આજે વિસરાતી જાય છે અને બહાર મળતા તૈયાર પ્રસાદ નું મહત્વ વધી ગયું છે.

                                             

સામગ્રી
250 ગ્રામ તાજું પનીર
1/2 કપ સાકર બુરૂ
1/2 ચમચો ચોખા નો લોટ અથવા રવો                                                      
1 ચમચી ઘી
થોડા કાજુ કિશમિશ
1 ચમચી એલચી પાવડર

રીત

ઓવન ને 180 ડીગ્રી પર ગરમ કરો.
પનીર એક વાસણમાં લઇ હાથે થી ભેળવો.
બૂરું સાકર ઉમેરો અને ભેળવો પનીર ઢીલું પાડવા દેવું.જેમ કેક નું મિશ્રણ કરીયે તેમ બનાવો.
 જો ઢીલું ના પડે તો થોડું થોડું કરી ને દૂધ ઉમેરો.
એલચી પાવડર અને ચોખા નો લોટ ઉમેરો અથવા રવો ઉમેરો.
કાજુ કિશમિશ ઉમેરો.
એક ઓવન ના વાસણમાં ઘી લગાડી બટર પેપર મુકો.આ પેપર પર ઘી ચોપડો.
પનીર નું મિશ્રણ પાથરો. પચીસ મિનિટે માટે ઓવન માં બેક કરો.
ઓવન માંથી કાઢી ને થોડી વાર ઠંડુ થવા દો.પેપર કાઢીલો.
પીસ કરો.

                     

રતાલાચ્યા ધાર્યા   આ એક મહારાષ્ટ્રીયન વિસરાતી વાનગી છે જે શક્કરીયામાં થી બનાવાય છે મોટેભાગે શકકરીયાનો ઉપયોગ ફરાળી વાનગીઓમા થાય છે. મહારાષ્ટ્રમા રોટી અથવા પૂરી બનાવાય છે.
બહુજ ઓછી સામગ્રીમાથી આ વાનગી તૈયાર કરાય છે.

                                                             

 સામગ્રી
1કપ શક્કરીયા છોલી બાફી લેવા અને છીણી રાખવા
1/2 કપ ગૉળ છીણી રાખવો
નમક સ્વાદ મુજબ
ઘઉં નો લોટ
1 ચમચી તેલ                                                                                        

રીત

શક્કરીયા માં ગોળ,નમક અને તેલ નાખી મેળવો
ધીરે ધીરે ઘઉં નો લોટ મેળવો અનેરોટલી કે પુરી વણી શકાય એવો લોટ બાંધો,
પાણી નો ઉપયોગ ના કરવો.
હાથ માં થોડું તેલ લગાવી લુવા બનાવી લો.
રોટલી ની જેમ વણી ને તવા પર શેકો.ઘી ચોપડો. 
નાના લુવા કરી  પુરીની જેમ બનાવી શકાય.લુવાને હાથેથી થેપી પૂરી બનાવી તળી લેવી.
અથાણાં દહીં સાથે પીરસો

દડપે પૌહા. આ મરાઠીઓ ની પરંપરાગત  વાનગી છે.પણ આજે કાંદા પોહા વધુ ખવાય છે.
આ વાનગી ઝડપથી બને છે સાથે સાથે સ્વાદિષ્ટ બને છે આ વાનગી માં બહુ તેલ ની જરૂર નથી અને બહુ રાધવી  નથી પડતી.
                                              

સામગ્રી

2વાટકી પતલા પૌઆ
1 માધ્ય્મ કાંદોબારીક સમારેલો                                                                  
 2 ચમચા તેલ
1 લીલું મરચું બારીક સમારેલું
કોથમીર બારીક સમારેલી
1 કપ નાળિયેરનું પાણી
નાળિયેર નું ખમણ
થોડી મગફળી
નમક સ્વાદનુસાર
ચપટી રાઈ અને હિંગ
થોડા મીઠા લીમડા ના પાન
લીંબુ નો રસ
ચપટી સાકાર

રીત

એક પહોળા વાસણ માં પૌંઆ  લેવા અને તેમાં નાળિયેર નું પાણી ભેળવો.
બીજા વાસણ માં કાંદો,લીલા મરચા,કોથમીર મિક્સ કરો.તેમાં નમક,સાકાર,અને લીંબુ નો રસ
નાખી ને સરસ મિક્સ કરો.
થોડી વાર રાખી મુકો જેથી બધું એકરસ થઇ જશે.પછી પૌઆમાં ભેળવો
એક કડાઈ માં તેલ ગરમ કરો.રાઈ,હિંગ,અને મગફળી નાખી સાંતળો. પછી લીમડા ના પાન નાખો.
આ વઘાર પૌંઆ માં ભેળવો નાળિયેર નું ખમણ નાખી સજાવો


સરગવાની શીંગ નું સુપ આ સુપ દક્ષિણભારતમાં બનાવામાં આવે છે.ગુજરાતમાં સરગવામાંથી ચણાના લોટ વાળું શાક અને તુવેરની દાળ માં નાખવા માં આવે છે. દક્ષિણભારત માં સરગવા નો ઉપયોગ વધુ થાય છે જેમકે સંભારમાં અન્ય શાક સાથે ઉમેરવામાં આવે છે. સરગવાના નાના પીસ કરી બાફી ને ,કાંદા ટામેટા ની ગ્રેવી માં શાક બનાવાય છે. સરગવાનું સુપ ત્યાંની પરંપરાગત વાનગી છે પણ હવે વિસરાતી જાય છે.
                                                              
                                                             

સામગ્રી
2 સરગવાની શીંગ
1/4 ચમચી ઘી
1/4 કપ કાંદો ઝીણો સમારેલો
2 કળી લસણ ની
1 ચમચી જીરું પાવડર                                                        
નમક સ્વાદ અનુસાર
મરી પાવડર

રીત

એક સીંગ ના ત્રણ ટુકડા કરી લોએમ બંને સીંગ ના ટુકડા કરી કૂકર માં જરૂર મુજબ પાણી નાખી બાફી લો.
કૂકર ઠંડુ થાય એટલે સીંગ બાફતા જે પાણી વધ્યું હોય એ બાજુ પર રાખી મુકો
સીંગ માં થી પલ્પ એટલે કે સીંગ માનો નરમ ભાગ ચમચીથી કાઢી એક વાસણ માં રાખો.
ઘી ગરમ કરો.કાંદો અને લસણ સાંતળો.
હવે પલ્પ ઉમેરો.અને બે મીનીટ સાંતળો.
મીક્સીમાં મીક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરો .
ગાળી લો.બચાવેલું પાણી ઉમેરો.
ફરી ઉકાળો.જરુર મુજબ ફરી  પાણી ઉમેરી શકાય
નમક,જીરું પાવડર,મરી પાવડર ઉમેરો.
કોથમીર ભભરાવો

કાચા પપૈયા ની કરી  દક્ષિણભારત ની વાનગી છે.  કાચા પપૈયા નો ઉપયોગ ઓછો થાય છે. ગુજરાત માં ફાફડા સાથે સંભારો બનાવીને પીરસાય છે.દક્ષિણભારતના ઘરોમાં પપૈયાના ઝાડ હોય છે.પપૈયાની વાનગી ત્યાં વધુ બને છે.             
                                                         

સામગ્રી                                                                                                        

1 કપ કાચા પપૈયાના પીસ
1/2 કપ ખમણેલું ખોપરું
1 કાંદો સમારેલો
2 થી 3 લીલા મરચા સમારેલા
1/4 ચમચી હળદર
1 ચમચી આદુ
1 ચમચી રાઈ
1 ચમચી જીરું
થોડા લીમડા ના પાન
1/2 કપ દૂધ
1/4 કપ નાળીયેર નું દૂધ
નમક સ્વાદાનુસાર
3 ચમચા ક્રીમ

રીત
પપૈયાની છાલ ઉતારી લેવી.પછી મધ્યમ સમારી લેવા
એક કડાઈ માં તેલ ગરમ કરો. રાઈ જીરું નાખો.
લીલા મરચા અને લીમડો નાખી સાંતળો
કાંદો સાંતળો પછી પપૈયા ના પીસ નાખી પાંચ મીનીટ સાંતળો
દોઢ કપ પાણી નાખો,હળદર,અને નમક નાખી નરમ થવા દેવુ.
નરમ થાય એટલે એક ચમચો નરમ પપૈયા  અને ખોપરા નું થોડું ખમણ નાખી  વાટી લો.
આ વાટેલી સામગ્રી પપૈયાની કરી માં ભેળવો.
તાપ ધીમો રાખો.નાળીયેર નું દૂધ નાખો.બીજું દૂધ નાખો.ક્રીમ નાખો.
અને તરત ગેસ પર થી ઉતારી લેવું.

થવાલા વડાઈ આ વડા દક્ષિણ ભારતમાં બનાવાય છે જેમાં દાળ અને ચોખા નો ઉપયોગ થાય છે,જયારે વડા મોટે ભાગે દાળ વાટી ને તૈયાર કરાય છે. આ વડા  દક્ષિણભારત ના તહેવારો માં વધુ બને છે.
                                       


સામગ્રી

2 ચમચા અડદનીદાળ
2ચમચા ચણાની દાળ
2 ચમચા તુવેરદાળ
2 ચમચા ચોખા
1ચમચો મગદાળ
3 ચમચા ખમણેલું ખોપરું
8 થી 10 લીમડા ના પાન
1/4 ચમચી હળદર
ચપટી હિંગ
1 લીલું મરચું આદુ
1ચમચી બેસન
તેલ
1 ચમચી રાઈ

રીત

બધી દાળો ને ધોઈ લેવી. ચોખા પણ ધોઈ લેવા.
દાળ અને ચોખાને અલગ અલગ પલાળો.
મગ દાળ ને અલગ પલાળવી.
લગભગ 2થી 3 કલાક પલાળવી
ત્યારબાદ ચોખા અને દાળમાં થી પાણી નિતારી લો. મગ દાળ વટાવી નહીં
હળદર,હિંગ,આદુ લીલું મરચું ઉમેરી બધી દાળ અને ચોખા વાટી લો.
2 ચમચા પાણી નાખી વાટી લેવું.
બેસન નાખી મિક્સ કરો.મગદાળમાંથી પાણી નિતારી વાટેલી સામગ્રીમાં ઉમેરો.
વઘારીયા માં તેલ ગરમ કરો. રાઈ નાખો.આ વઘાર વાટેલી સામગ્રી માં ઉમેરો.
ખમણેલું ખોપરું ઉમેરો.1/4 કપ પાણી ઉમેરો
બહુ પાતળું ખીરું ના કરવું
તેલ ગરમ કરી વડા તળવાં

પાકી કેરીનું શાક આ શાક ગુજરાત માં કેરી ની મૌસમ માં બને છે. કેરી નો ફજેતો પણ બનવાય છે.બાકી ના પ્રદેશોમાં કેરી નો રસ,કેરીના રસનો શ્રીખંડ,કેરીમાંથી વિવિધ મીઠાઈ અને પાકી કેરી ખવાય છે. કાચી કેરીનું શરબત ,શાક,અથાણાં તો ભારતમાં બધાજ પ્રદેશમાં બને છે.
                                          

સામગ્રી


2 પાકી કેરી તોતાપૂરી અથવા આફૂસ પણ લઈ શકાય બહુ નરમ ના લેવી
1ચમચો તેલ
1ચમચી જીરુ
1 ચમચી રાઇ
1ચમચી આદુ મરચાની પેસ્ટ
1/2ચમચી લાલ મરચું
1/4ચમચી હળદર
1ચમચો ધાણાજીરું
ચપટી હિંગ
1કપ ગોળ છીણેલો
3 કપ પાણી

રીત

કેરી સરસ ધોઈ લો. છાલ સાથે મધ્યમ પીસ કરી લો.
તેલ ગરમ મૂકી રાઈ જીરું નાખો. હીંગ નાખો.
કેરીના પીસ નાખો.આદુ મરચાની પેસ્ટ નાખો.
એકાદ મીનીટ સાંતળો.હળદર ઉમેરીને મીક્સ કરો.
પાણી ઉમેરી ઢાંકીને ધીમા તાપે સજીવો. વચ્ચે હલાવતા રહવું. 
કેરીને ગળતા 25મીનીટ જેટલો સમય લાગી શકે છે.
કેરી ગળી જાય ત્યારે લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો.
કેરીની છાલ છૂટી પડી શકે પણ શાક ઘટ્ટ થશે.
સરસ ભેળવીને ગોળ ઉમેરો.ફરી ઢાંકીને સીજવો.
ગોળ બરાબર ભળી જાય એટલે આંચ પર થી ઉતારી લેવું.
કોથમીર ભભરાવો.

મગ મેથી ઢોકળીનું શાક  ઘઉની કે બેસનની ઢોકળીનું શાક બને છે પણ બાજરીના લોટની ઢોકળી હવે વિસરાતી જાય છે.ગુવાર વાલોર પાપડી જેવા શાક માં ઘઉં અને બેસન ની ઢોકળી ઉમેરી શાક બનાવાય છે.
આ શાક ગુજરાત અને રાજસ્થાન માં બને છે
                                                                 

સામ્રગી

1કપ મગ પલાળી રાખવા
1/2 કપ મેથીભાજી બારીક સમારેલી
3 ચમચી બાજરાનોલોટ
3ચમચી ધઉંનો લોટ
ચપટી અજમો
1/4ચમચી હળદર
1/2 ચમચી લાલ મરચું
1/2 ચમચી ધાણાજીરુ
નમક સ્વાદાનુસાર
1ચમચો દહીં
1ચમચો તેલ
3 કળી લસણ

રીત
મગને કુકરમાં 2 સીટી પર બાફી લો. બહુ ગળવા ન દેવા.
લસણમાં થોડું ધાણાજીરું,નમક અને લાલમરચુ નાખી ચટણી બનાવી લો.
બાજરાનો લોટ,ધઉનોલોટ,મેથીભાજી,હળદર,લાલમરચુ,નમક,અજમો,હીંગ,તેલ ઉમેરો
ઢોકળીનો લોટ બાંધો. ઢીલો નરાખવો.
એક તપેલીમાં મગ ખદખદાવા મૂકો.જરૂર મુજબ પાણી ઉમેરવું
લોટમાંથી  નાની અને ચપટી ઢોકળી બનાવો.
મગમાં હળદર,લાલમરચું,લસણ ની ચટણી અને નમક ઉમેરો
મગ ખદખદવા લાગે એટલે એક પછી એક,છુટી છુટી ઢોકળી નાંખો.
સતત હલાવતા રહેવું અનેઢોકળી ગળવા દેવી .
વધારીયામાં તેલ ગરમ કરો.જીરું,હિંગ, અજમો નાંખો.
આ વધાર ઉકળતા મગ પર રેડો.ગેસ પરથી ઉતારી દહીં ઉમેરો.
કોથમીર ભભરાવો.

                                                                                       

ધાનની ખીચડી  આ ખીચડી મોટે ભાગે કાઠિયાવાડ અને રાજસ્થાન માં બનાવાય છે.જેમાં જુવાર,નાચણી કોદારી જેવા ધાન ભેગા કરી ખીચડી કરાય છે. આજે બાજરો, જુવાર અને અન્ય ધાન ની વાનગીઓ ભુલાતી જાય છે .આજકાલના યુવાનવર્ગને પીઝા ભાવે છે પણ આપણા જુવાર બાજરાના રોટલા પસંદ નથી કરતાં પણ આ ધાન માં પૌષ્ટિક તત્વ વધુ હોય છે એટલે જ ખેડૂત વર્ગ માં જુવાર બાજરા નું ખાણું આજે પણ ખવાય છે.
                                                 

સામગ્રી                                                                                                         

1 કપ ભેળવેલા ધાન જેમ કે બાજરો,જુવાર,કોદરી
આજે મીક્ષ કરેલા ધાન બજાર માં મળે છે જે લઇ શકાય
1/2 કપ મગ ની દાળ
1 કપ શાકભાજી જેમકે ગાજર, ફણસી ,વટાણા ,બટેકા,કોબી,
રીંગણ,ટીંડોળાં,દૂધી
1/4 ચમચી હળદર
1/4 ચમચી આદુ
2 લીલા મરચા
1 ચમચી ઘી
નમક
1/2 ચમચી જીરું
ચપટી હિંગ
2 થી 3 લવીંગ
1 તેજપત્તા

રીત
ધાન ને ભેળવી 2 થી 3 કલાક પલાળી રાખો.મગ દાળ ધોઈને રાખો.
કૂકર માં ઘી ગરમ કરો.જીરું,હિંગ,લવિંગ, તેજપત્તા ઉમેરો.
શાકભાજી નાખો અને સાંતળો.
હળદર અને લીલા મરચા ઉમેરો
આદુ ની પેસ્ટ ઉમેરો.  ધીમા તાપે 5 મીનીટ સાંતળો.
ધાન માં થી પાણી નિતારી શાક માં  ઉમેરો. મગ દાળ ઉમેરો
નમક ઉમેરી સરસ ભેળવો
2 1/2 થી 3 કપ પાણી ઉમેરો અને 5 મીનીટ  ધીમે તાપે રાખી હલાવતા રહેવું.
ત્યાર બાદ કૂકર નું ઢાંકણ બંધ કરી 3 થી 5 સીટી કરી લેવી.
ખીચડી પહેલા બનાવી ને વાઘરી શકાય.
બનાવેલી ખીચડી પર ઘી માં સાંતળેલ કાંદા ટામેટા અને મસાલાનો તડકો આપી શકાય


મેથી મંગોડી  આ રાજસ્થાની વાનગી છે. ઉનાળામાં મગદાળમાંથી મંગોડી બનાવી સૂકવણી કરી વરસ ભર માટે સંગ્રહ કરી રખાય છે. આજે તો શાક મળે છે પણ જયારે વાહન વ્યવહાર ઓછો હતો ત્યારે રાજસ્થાન માં શાક ની અછત રહેત. મંગોડી બનવી ને રાખવામાં આવતી અને શાક તરીકે ઉપયોગ કરાતો.
                      

સામગ્રી
2 કપ મેથી ભાજી ઝીણી સમારેલી
1/4 કપ મગદાળ વડી ના નાના ટુકડા કરી લેવા
1/4 ચમચી જીરું
1 ચમચી આદુ લીલા મરચા ની પેસ્ટ
1/4 ચમચી હળદર
1/4 કપ દૂધ
1.4 કપ દહીં
1/2 ચમચી ધાણાજીરું
નમક
ચપટી સાકાર
1 ચમચો તેલ

રીત

મેથી ભાજી માં નમક અને હળદર ભેળવીને રાખી મુકો.
પાંચ મીનીટ પછી નિતારી ને નીચોંવી લો.
 એક વાટકા માં દૂધ,દહીં,ધાણાજીરું, સાકર,હળદર,નમક લઇને ભેળવી રાખો,
એક વાસણ માં તેલ ગરમ કરો. જીરું અને હિંગ નાખો.
જીરું તતડે એટલે આદુ મરચા ની પેસ્ટ ઉમેરો અને એક સેકન્ડ સાંતળો.
મંગોડી ઉમેરો અને મધ્યમ આંચ પર બે મીનીટ સાંતળો
મેથી ભાજી ઉમેરો અને સરસ ભેળવો
દૂધ અને દહીં નું મિશ્રણ ભેળવી અને મધ્યમ આંચ પર 5 મીનીટ પકાવો.
વચ્ચે વચ્ચે હલાવતા રેહવું રોટલી સાથે પીરસો.

ખસતે મથુરા આલૂ  આ ઉત્તરપ્રદેશ ની પારંપરિક વાનગી છે.બટેકા ના શાક માં સુંઠપાવડર એક અલગ સ્વાદ આપે છે. આમચૂરની ખટાશ સિવાય બીજી કોઈ ખટાશ ઉમેરાતી નથી.

                                          
                                                           
                                                       

સામગ્રી

4 બટેકા બાફેલા                                                               
3 લીલા મરચા
1/2 ચમચી સુંઠ પાવડર
1/2 ચમચી આમચૂર પાવડર
1 ચમચી લાલમરચું પાવડર
1/4 ચમચી હળદર
1 ચમચી સાકર
1 ચમચી જીરું
હિંગ
નમક સ્વાદ પ્રમાણે                                                                                                     

રીત

બટેકા ની છાલ ઉતારી ટુકડા કરી લો.
લીલા મરચા  બારીક સમારી લો
એક કડાઈ માં તેલ ગરમ કરી જીરું હિંગ ઉમેરો
જીરું તતડે એટલે આંચ ધીમી કરી હળદર,સુંઠ પાવડર અને આમચૂર પાવડર ઉમેરો
લાલ મરચાની ભૂકી અને નમક ઉમેરો અને થોડું પાણી છાંટો. તરત જ ઝડપ થી બટેકા ઉમેરી ભેળવો.જેથી મસાલા બળી ના જાય.
લીલા મરચા ઉમેરો અને મસાલો બટેકા પર ચઢી જાય એમ સરસ ભેળવો
પુરી સાથે પીરસો

ક્શમીરી પુલાવ.આ નામ સાંભળતાજ મોંમાં પાણી આવી જાય કારણ કે સૂકો મેવો અને આખા મસાલા નો ઉપયોગ ભરપૂર કરીને આ   પુલાવ બનાવાય છે.પારંપરિક રીત પ્રમાણે બાસમતી ચોખા ને પહેલા માખણ અને મસાલા સાથે શેકવામાં આવે છે અને કેસર વાળા પાણી માં રાંધવામાં આવે છે.પછી સાંતળેલા સૂકા મેવા,તાજા ફાળો અને સાતળેલો કાંદો ભેળવાય છે.                  

                                                        
                       
સામગ્રી

1કપ બાસમતી ચોખા                     
3કપ પાણી
1કપ સાકર
4ચમચા ધી
2તમાલપત્ર
5લવીંગ
1તજનો ટુકડો
4થી 6એલચી
1/2 ચમચી મરી પાવડર
1/4 ચમચી વરિયાળી પાવડર
1/4 કેસર
1/4 કપ ખજૂર
5 બદામ
6 કાજુ
થોડી કીશમીશ
નમક
1/4 કપ દાડમ ના દાણા
1/4 કપ લીલી દ્રાક્ષ
1/4 કપ સફરજન ના નાના પીસ

રીત

ચોખા પલાળી રાખો. એક વાટકીમાં કેસર પલાળો.
ખજૂર  બદામ પલાળી ને પછી સમારી  રાખવા.
એક વાસણમા 2કપ પાણી ઉકાળો.પાણી નીતારી ચોખા
ઉકળતા પાણીમા ઉમેરો. ચોખા સાવ ગળવા ન દેવા.
પોણાભાગના જ ગળવા દેવા. ચોખામાથી પાણી નીતારી લો.
બીજા વાસણમાં ઘી ગરમ કરો.તજ,લવીંગ,તમાલપત્ર, એલચી,
મરી ઉમેરો. વરિયાળી પાવડર ઉમેરો.
એકાદ મીનીટ સાંતળો.સાકર નાખો.
તરત જ 1/2 કપ પાણી ઉમેરો.સતત હલાવો અને સાકર ઓગળવા દો.
ઘટ્ટ થવા લાગે એટલે રાધેલા ભાત ઉમેરો.
ખજૂર,બદામ,કાજુ,કીશમીશ ઉમેરો.
સરસ ભેળવીને કેસરનું પાણી ઉમેરો.
ઢાંકીને ધીમા  તાપે સીજવો.ભાત ગળવા દેવા.
કારણ કે શરુઆતમા ભાત અધકચરા રાધવામાં આવ્યા છે.
વચ્ચે હલાવતા રહેવું. જરુર લાગે તો પાણી ઉમેરો.
ભાત બરાબર ગળી જાય પછી ફળો ઉમેરવા.
સાંતળેલો કાંદો ઉમેરી શકાય.


બંગાળી મુગફૂલકોબીર બંગાળીઓની મૂળભૂત વાનગી છે આ વાનગી માં દાળ અને શાક ને સાથે પકવાય છે એટલે રોટલી સાથે દાળ અને શાક બંને કઈ અલગ રીતે પીરસાય છે.

                                                        

               
સામગ્રી

1મધ્યમ ફૂલકોબી સમારેલી
1/2કપ મગદાળ
1 ચમચી હળદર
1/2 ચમચી આદુ ખમણેલું
3લીલા મરચા સમારેલા
3 ચમચા તેલ
1 ચમચો ઘી
1/2 ચમચી સાકર
નમક

રીત

મગદાળને કોરી શેકી લો.સોનેરી શેકો.પછી ધોઇ લો.
એક કપ પાણી નાંખી અને નમક નાખી દાળ બાફી લો.
ફૂલકોબીમા નમક,હળદર અને થોડુ પાણી નાખી રાખો.
કડાઇમા તેલ ગરમ કરી ફૂલકોબી માથી પાણી નીતારી લેવું
તેલમાં ફૂલકોબી તળી લો.એક પેપર પર રાખો.
એક વાટકીમા પાણી, ચપટી હળદર અને નમક ભેળવી પેસ્ટ બનાવો.
 કડાઇમાં ધી ગરમ કરો.આદુ મરચા ઉમેરો.સાતળો.
હળદર નમકની પેસ્ટ ઉમેરો.સાતળો.
તળેલા ફૂલકોબી નાખો.સાકર ઉમેરો.
બાફેલી દાળ ઉમેરો.ધીમા તાપે 6 થી 7 મીનીટ ઉકાળો.
ડ્રાય લાગે તો પાણી ઉમેરી શકાય.
પીરસતી વખતે એક ચમચી ઘી રેડો.
કોથમીર ભભરાવો.





































ટિપ્પણીઓ